________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે એક દિવસે વહેલી સવારે દેરાસરે જવા નીકળી ગયાં. દેરાસરમાં પહોંચીને વિધિપૂર્વક દર્શન કર્યા. પછી રંગમંડપમાં પરમાત્માની ભાવપૂજા કરવા બેઠાં. હું આગળ બેઠી હતી. મારી સહેજ પાછળ એક બાજુ શ્રીપાલ અને બીજી બાજુ કમલપ્રભા બેઠાં હતાં. જાવું ઘણું યે દૂર મનવા
જાવું ઘણું યે દૂર... ઝંઝાવાતો આવ્યા મનવા, હોડી થઈ ગઈ ચૂર અનંતયાત્રા શિવની મનવા, સંકટથી ભરપૂર
જિનવર! બનવું શૂર
જાવું ઘણું યે દૂર સાથી આવ્યા કોઈક મનવા કૈંક ધીર ને વીર કોઈ રહ્યા ને પાછા ગ્યા કોઈ, મનમાં થઈ મજબૂર
પ્રભુવર! આપો પ્રેમનાં પૂર
જાવું ઘણું યે દૂર દીસે કિનારો, નહીં ઓવાર, જાવું દૂર-સુદૂર, આવો સુકાની! હિંમત રાખી, હૈયે શ્રદ્ધા-સૂર
જાવું ઘણું યે દૂર.. રંગમંડપના એક થાંભલાને અઢેલીને ઊભેલી એક રૂપવતી જાજરમાન નારી મયણાની સ્તવનાને નહોતી સાંભળતી... પણ મયણાની પાછળ લગભગ અડીને બેઠેલા રૂપ-લાવણ્યથી ભરપૂર યુવાનને જોઈ રહી હતી!
મયણા એની પુત્રી હતી... એ રાણી રૂપસુંદરી હતી. તેના મનમાં તુમુલ કોલાહલ જાગ્યો હતો... “મારી પુત્રી, શું એણે સ્વેચ્છાએ પરણેલા કુષ્ઠરોગીને ત્યજી દઈ, આ બીજા યુવાનને પરણી ગઈ? શું એના બધા આદર્શો હવામાં ઊડી ગયા? કર્મસિદ્ધાંત પરનો એનો વિશ્વાસ ડગી ગયો કે વિષયસુખની વાસનાએ એને ભ્રમિત કરી દીધી? શું એણે બીજો વર કરીને મારી કૂખ લજાવી? કુળને કલંકિત કર્યું? એ તો દુનિયામાં ઉપહાસપાત્ર બનશે, હું પણ ઉપહાસપાત્ર બનીશ. એની ખાતર તો મહેલ છોડ્યો, મહારાજાનો ત્યાગ કર્યો. અરે, જ્યારે મહારાજા જાણશે કે મયણાએ કુષ્ઠરોગી પતિનો ત્યાગ કરી બીજાં લગ્ન કર્યા છે, ત્યારે તેઓ પણ દુઃખી થઈ જશે. કર્મસિદ્ધાંતનો તિરસ્કાર કરશે. ધર્મની વાતોને ખોટી માની લેશે... અહો, ધિક્કાર છે મને,
૨૪૬
માણા
For Private And Personal Use Only