________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
38
મેં મારી સાસુ કમલપ્રભાને કહ્યું :
‘માતાજી! આજ સુધીનો સમગ્ર વૃત્તાંત અમે આપને કહી સંભળાવ્યો છે. હવે આપ અમારી સાથે જ છો. હવે જે ઘટનાઓ બનવાની છે, તેમાં આપની હાજરી રહેવાની જ છે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમલપ્રભાએ કહ્યું : બેટી, આટલી નાની ઉંમરમાં તેં મેરુ જેટલો ભાર વહન કર્યો છે. તે મારા લાલને નીરોગી તો કર્યો જ, સાથે સાથે પરમાત્માનો ભક્ત કર્યો. ગુરુદેવનો પ્રીતિપાત્ર કર્યો અને શ્રી સિદ્ધચક્રજીનો પરમ આરાધકઉપાસક કર્યો. એને શ્રદ્ધાવાનુ, જ્ઞાનવાન અને ચારિત્રવાન્ કર્યો! સાચે જ બેટી, તેં મને પણ જિનમાર્ગની ઉપાસિકા બનાવી દીધી! સાચો મોક્ષમાર્ગ બતાવ્યો. તું મારી પુત્રવધૂ જ નહીં, પુત્રી જ નહીં, મારી ગુરુ પણ બની છે! બેટી, હવે પુત્રને હું શ્રીપાલ જ કહીશ. તારે પણ એ જ નામનો ઉપયોગ કરવાનો! આમ તો એ ચંપાનગરીનો રાજા જ છે! એનો રાજ્યાભિષેક થયેલો હતો!'
માણા
‘મા! એ બધું ભૂલી જા! હું એક કુષ્ઠરોગી હતો... ને હવે એક રાજકુમારીનો ભત્તર બન્યો છે. એણે મને સાચો મનુષ્ય બનાવ્યો છે! દેવગુરુ-ધર્મનો ઉપાસક બનાવ્યો છે! બસ, આટલી જ ઓળખાણ પૂરતી છે...!'
મેં કહ્યું : 'માતાજી, આવતી કાલથી રોજ આપણે પ્રભાતે શ્રી ઋષભપ્રાસાદમાં પ્રભુદર્શન માટે જઈશું. બરાબર ને?’
‘અવશ્ય, આપણે ત્રણેય સાથે જઈશું!'
‘પછી ગુરુદેવને વંદન કરવા પૌષધશાળામાં જઈશું!' ‘જઈશું! દર્શન કરીને પાવન થઈશું!'
કાર્યક્રમ ફરી ગયો હતો. ઘરમાં ભગવંતનું પૂજન અને શ્રી સિદ્ધચક્રજીનું પૂજન, દેરાસર ઉપાશ્રયેથી આવ્યા પછી કરવાનું નક્કી કર્યું જેથી ઉતાવળ ન કરવી પડે, રોજ એમ જ ચાલ્યું.
For Private And Personal Use Only
૨૪૫