________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્યક્રમ પૂરો થયો હતો.
આ બધા સાથીદારોને ભગવાન ઋષભદેવનાં દર્શન કરાવું. પછી ગુરુદેવ પાસે લઈ જાઉં અને ઓળખાણ કરાવું કે - “આ બધા મારા પ્રાણરક્ષકો છે! જીવનરક્ષકો છે! મને પ્રેમ કરનારા છે. મને ચાહનારા છે. ગુરુદેવ! આપની કૃપાથી તેઓ નીરોગી થઈ ગયા... સુખી થઈ ગયા! એમનું જીવન ધન્ય બની ગયું”
દેવ-ગુરુનાં દર્શન કરી તે સાતસોને અમે સુંદર વસ્ત્રોની એક-એક જોડી આપી. ભાથું આપ્યું અને દરેકને પોત-પોતાના ઘેર જવાની આજ્ઞા કરી.
પછી અમને આપનાં દર્શન ક્યારે થશે?' સુભાષકાકાએ પૂછુયું.
હું બોલાવીશ તમને બધાને! હું તમને જીવનપર્યત નહીં ભૂલી શકું. મારાં માતાને પણ તમારી વાત કરીશ.. એ તમારી ધર્મની બહેન છે ને! આવશે અહીં! ક્યારેક અહીં આવશો તો એનાં દર્શન પણ થઈ જશે.”
આંખોમાં... એક આંખમાં હર્ષ અને બીજી આંખમાં વિરહનું દુઃખ લઈ એ સાતસો સાથીદારોને પ્રેમભરી વિદાય આપી.
અમે અમારી મઢુલીમાં આવી ગયાં હતાં. થાકી ગયાં હતાં. હું તો આવતાં જ પલંગમાં લાંબો થઈને પડી ગયો. મારા મનમાં એક જ વિચાર ઘૂમરાતો હતો. બે કલાક સુધી રાની પશનો સામનો કર્યો તો પણ મારા અંગ પર એક પણ ઉઝરડો નહીં! મેં મયણાને પૂછ્યું. તેણે કહ્યું : “આ જ શ્રી સિદ્ધચક્રજીનો પ્રભાવ છે. તમારું શરીર શસ્ત્રોથી અપ્રતિહત રહેશે!”
એટલે હું ઘાયલ નહીં થાઉં? પણ મરવાનો ય નહીં?' “ના! અમર કોઈ નથી રહેતું. મૃત્યુ તો નિશ્ચિત જ છે. પરંતુ સિદ્ધચક્રજીના પ્રભાવે આવા દિવ્ય ઘણા અનુભવો આપને થતા રહેશે. એટલું જ નહીં, શ્રી સિદ્ધચક્રજીના ધ્યાનમાં પણ અવનવા અનુભવો થતા રહેશે.”
હજુ અમે પારણું કર્યું ન હતું. પારણું યાદ પણ આવ્યું ન હતું! સૂર્ય અસ્તાચળ તરફ જઈ રહ્યો હતો. લલિતાએ દૂધ ગરમ કરી દીધું. થોડાંક ફળ પણ દાસી લઈ આવી હતી. અમે દૂધથી ને ફળોથી પારણું કરી દીધું.
હૃદયમાં જેટલો આનંદ હતો, તેથી વધારે શરીરમાં થાક હતો. અમે પથારીમાં પડતાંની સાથે જ નિદ્રાધીન થઈ ગયાં.
૨૪૪
અયા
For Private And Personal Use Only