________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાણી! અંગદેશની રાજધાની ચંપાનગરી છે. એ નગરીના રાજા હતા સિંહથ. એમની હું રાણી કમલપ્રભા છું, કોંકણદેશના રાજા વસુપાલની હું બહેન થાઉં.
મહારાજા રૂપવાન હતા, પ્રેમાળ હતા. શૂરવીર હતા. અપરંપાર રાજ વૈભવ હતો. મને એમ લાગતું હતું કે હું કોઈ સ્વર્ગની અપ્સરા છું અને દેવેન્દ્ર સાથે સુખભોગ ભોગવી રહી છું! હું પોતે મારા ભાગ્ય પર ઓવારી જતી હતી. ત્યાં મને કોઈ વાતની કમી નહોતી. આદર-સત્કાર, સંપત્તિ, કીર્તિ, પ્રતિષ્ઠા મારાં ચરણોમાં આળોટતાં હતાં.
જીવન, માણસ સાથે ક્યારેક સુખની રંગપંચમી રમે છે. ક્યારેક સુખનો ગુલાલ એટલો બધો ઉડાડે છે કે જીવ ઘુંટાવા લાગે! હાથ ઊંચા કરી કહેવાનું મન થાય કે બસ થઈ હવે આ સુખની છોળો!”
પરંતુ વિધાતા મનુષ્યને સંપૂર્ણ સુખ ક્યાં આપે છે? એકાદ દુઃખ એવું આપે છે કે એ દુઃખની આગળ બધાં જ સુખ તુચ્છ ભાસે છે,
એક દિવસ મહારાજા માનસિક પરિતાપથી વિક્ષુબ્ધ બનેલા મને લાગ્યા. મેં ગભરાતાં ગભરાતાં પૂછ્યું : “આપ આજે ઉદાસ કેમ છો?”
કમલ, શું કહું તને? નિર્વશી રાજાનું આ જગતમાં સ્થાન નથી. તો પછી સ્વર્ગલોકમાં તો હોય જ ક્યાંથી? મૃત્યુ પછી એને સૌ ભૂલી જવાના. હું કોઈ સમ્રાટ નથી, હું તો વિધાતાના રાજ્યનો એક ભિખારી માત્ર છું. મારી સાથે મારું નામ પણ વિલીન થઈ જવાનું...”
શું એટલે જ આપ આટલા દુઃખી છો? એમ જ હોય તો ભારદ્વાજ ઋષિના મંત્રથી હું આપનો વંશવેલો ચાલુ રાખવા પુત્રનિર્માણ કરીશ. ઋષિ ભારદ્વાજે મને એક વિશિષ્ટ મંત્ર આપેલ છે. પછી મેં મહારાજાને ઋષિના યજ્ઞયાગની આવશ્યક માહિતી આપી. તેઓ બોલ્યા :
કમલ! આ સિંહરથને અપયશના ઊંડા ખાડામાંથી ઉગારવા માટે જ વિધાતાએ તને મારી પત્ની રૂપે મોકલી લાગે છે!”
“સ્વામીનાથ! થોડા સમયમાં જ આ રાજમહેલમાં તમને રૂપરૂપનો અંબાર પુત્ર જોવા મળશે!'
થોડા દિવસ બાદ એક પ્રાતઃકાળે મેં આચમન માટે પાણી હથેળીમાં લીધું અને આંખો મીંચી દીધી. મંત્રના શબ્દો મારા હૃદયકુંભમાં ગોળગોળ ફરવા લાગ્યા. એના પ્રત્યેક ઉચ્ચારે હું દેહભાન ભૂલતી ગઈ. આખા સંસારનો ભાર
મયણા
૨૪૯
For Private And Personal Use Only