________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
ના
.'
તમારા ઉપર પાણી છાંટતા રહીશું... તમારે આંખો ખોલવાની નહીં. હું કહું ત્યારે જ આંખો ખોલવાની.”
બધા પચાસ-પચાસની પંક્તિમાં બેસી ગયા. મેદાનની ચારે બાજુ વૃક્ષો હતાં એટલે સૂર્યનો પ્રકાશ પર્ણોમાંથી ચળાઈને આવતો હતો. પવન પણ શીતલ હતો.
અમે શ્રી સિદ્ધચક્રજીનું બે ક્ષણ ધ્યાન કરી, ઘડો ખોલ્યો. કળશમાં પાણી ભર્યું. બે કળશ હતા. એક કળશ મેં લીધો, બીજો રાણાએ લીધો . અને એક પંક્તિમાં એમણે જલછંટકાવ શરૂ કર્યો, બીજી પંક્તિમાં મેં જલછંટકાવ શરૂ કર્યો... લલિતા અને દાસ અમને કળશો ભરીભરીને આપતી જતી હતી... જાણે યક્ષરાજ વિમલેશ્વર અને દેવી ચકેશ્વરી હાજર હોય, એવો દિવ્ય પ્રકાશ મેદાન પર છવાઈ ગયો. “નૃપમવેવાય નમ:'નો સમૂહ મંત્રોચ્ચાર અરણ્યને મુખર કરી રહ્યો હતો. અમે “શ્રી સિદ્ધવ વિધાતુ સૌરળમ્' બોલતાં જતાં હતાં અને સ્નાત્રજળ છાંટતાં જતા હતાં. જાણે આકાશમાંથી, દિવ્ય ધ્વનિ રેલાતો હોય... કુસુમવૃષ્ટિ થતી હોય તેવો આભાસ થતો હતો.
લગભગ બે ઘટિકામાં સમગ્ર કાર્યક્રમ પૂરો થયો.
અમે પણ શ્રી સિદ્ધચક્રજીનું ધ્યાન કરતાં ઊભાં રહ્યાં... થોડી વારે લલિતા બોલી ઊઠી :
મયણા! મયણા.. જો તો... આ આગળની પંક્તિમાં બેઠેલા માણસોના હાથ-પગ સારા થઈ ગયા.. એમના નાક... કાન... બધું સારું થઈ ગયું... એમના શરીરની ચામડી પણ સારી થઈ ગઈ. કોઈ ડાઘ ન રહ્યો... સંપૂર્ણ શરીર સારું થઈ ગયું...”
અહો! દેવી... શ્રી સિદ્ધચક્રજીનો આવો દિવ્યપ્રભાવ! આ તે કેવો ચમત્કાર! મારી સખી... મને તો આજે જ સિદ્ધચક્રજી ફળ્યા! મેં આજે પૂજા કરી અને આજે જ આ અદ્ભુત પ્રભાવ જોવા મળ્યો...”
હું અને રાણા, અમારી પાછળ લલિતા અને દાસી... અમે બધી પંક્તિઓમાં દરેક માણસ પર દૃષ્ટિ નાંખતાં આગળ વધ્યાં.
ગુરુદેવના કથન મુજબ પરિણામ આવ્યું હતું! ૭૦૦ યે રોગી પુરુષો નીરોગી બની ગયા હતા. મેં મોટેથી બોલીને જાહેર કર્યું :
હે ભાઈઓ, તમે તમારી આંખો ખોલો. તમે તમારા શરીર જુઓ. તમે સહુ નીરોગી બની ગયા છો! તમારાં ખરી પડેલાં, સડી ગયેલાં અંગોપાંગ
મયણા
૨૪૧
For Private And Personal Use Only