________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવાં આવી ગયાં છે... ભગવાન ઋષભદેવનો અને ગુરુદેવ મુનિચન્દ્રસૂરિજીનો આ પ્રભાવ છે!”
સહુએ આંખો ખોલી. પોતાનાં અને બીજાનાં શરીર જોવા લાગ્યા. આશ્ચર્યથી, આનંદથી અને હર્ષાતિરેકથી તેઓ ઊભા થઈને નાચવા લાગ્યા! અમારી ચારેય બાજુ તેમણે નાચવાનું શરૂ કર્યું... અમે.. એમાંય રાણા તો અતિ હર્ષિત હતા.
હું આ વૃત્તાંત અમારી મઢુલીમાં બેસીને મારી સાસુ રાણી કમલપ્રભાને સંભળાવી રહી હતી. રાણા પણ હાજર જ હતા. જ્યાં આ ૭૦૦ સહયોગીઓની વાત ચાલી કે વાતનો દોર તેમણે પકડી લીધો અને તેમણે વૃત્તાંત કહેવા માંડ્યો.
મા, તે દિવસે એ સાતસો ય સાથીઓએ ત્યાં ભેગા મળીને રાજસભાનું દૃશ્ય ઊભું કરી દીધું! તેમનામાંથી જ જે ઓ હૃષ્ટપુષ્ટ પુરુષો હતા તેઓ રાજસભામાં કોશપાલ, અશ્વપાલ, સેનાપતિ, અમાત્ય સચિવ વગેરે પાત્રો ભજવવા તૈયાર થયા હતા. શી ખબર... રાજસભાની જાણકારી તેમણે ક્યાંથી મેળવી હશે?
મેદાનમાં એક ખાસ્સો મોટો પથ્થર હતો. એને રાજસિંહાસન બનાવ્યું. મને તેમણે સિંહાસન પર બેસાડ્યો. મયણાને મારી પાસે જ બેસાડી. લલિતા અને દાસીને મયણાની પાછળ ઊભી રાખી,
અત્યંત આદરથી ઝૂકીને સુભાષકાકા બોલ્યા : “ચંપાનગરીના અધિપતિ શ્રીપાલ મહારાજનો..' સૌએ હર્ષોલ્લાસથી સાદ દીધો - “જય હો!' સૌ નીચે બેસી ગયા. મારો હવે છૂટકો જ નહોતો. આથી હું રાજાની ઢબે બોલ્યો : અમાત્ય, સભાનું કામકાજ શરૂ કરવાની અનુજ્ઞા આપવામાં આવે છે!'
અમારો આ રમતોત્સવ બરાબર જામ્યો હતો, એટલામાં બાજુમાં ચરતા પશુઓમાંથી એક ખડતલ આખલો જયજયકારના અવાજથી ભડક્યો. એણે એની જાડી પૂંછડી ઊંચી ટટ્ટાર કરી અવાજની દિશા તરફ કાન માંડ્યા. નસકોરાં ફુલાવતો અને શિંગડાં ભરાવતો, કાનને ઊંચા કરતો સીધો અમારી તરફ ધસ્યો. એનું વિકરાળ રૂપ જોઈને સુભાષકાકા ભાગ્યા... એ હાથ ઊંચા કરીને મોટેથી બોલ્યા : “મહારાજા, ભાગી... ભાગો.... સંકટ..”
સમાચાર ચારેય બાજુ ફેલાઈ ગયા. મયણા મારો હાથ પકડી મને ખેંચવા
૨૪૨
માણા
For Private And Personal Use Only