________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લઈ લીધો. રાણા આગળ અને અમે પાછળ. જંગલની કેડીએ ચાલતાં જાણે અમે ઊડી રહ્યાં હતાં!
અમે ઉપકારીઓના ઉપકારનો કિંચિત્ બદલો વાળવા જઈ રહ્યાં હતાં. અમે સુખી થયાં તો અમારા સાથીઓ પણ સુખી થવા જોઈએ.” આ ઉદાત્ત ભાવનાને લઈને અમે દોડી રહ્યાં હતાં.
અમે એ લોકોના પંડાવની નજીક પહોંચ્યાં ત્યાં દુર્ગધ આવવા લાગી. લલિતાએ મારી સામે જોયું.. પેલી દાસીએ પણ એક હાથે નાક દાખ્યું. લલિતાને કહ્યું : “મારી સખી, આપણે જેમના કામ માટે જઈ રહ્યા છીએ એ સાતસો કુષ્ઠરોગીઓનો પડાવ નજીક આવ્યો છે. એની આ દુર્ગધ છે... આજે એ દુર્ગધ દૂર થઈ જશે... લલિતા, આજે રાણાના એ સાતસો ય સાથીદારો શ્રી સિદ્ધચક્ર-મહાયંત્રના પ્રભાવે નીરોગી બની જશે! તેમનાં ગળી ગયેલાં, સડી ગયેલાં, ખરી પડેલાં અંગ-ઉપાંગ નવાં આવી જશે!'
ઓહો! ઘણું સારું! સાતસો માણસો પર પરમ ઉપકાર થશે... એમને નવું જીવન મળશે!” લલિતા હાંફતી હાંફતી બોલી. માથે સ્નાત્રજળ ભરેલો ઘડો હતો! એ થાકી ગઈ હતી. એમ તો મારી ડોક પણ દુ:ખતી હતી પણ હર્ષના આવેગમાં એ દુઃખ લાગતું ન હતું.
અમે હવે પડાવની નજીક પહોંચ્યાં હતાં. ત્યાં તો દૂરથી એ લોકોએ અમને આવતાં જોઈ લીધા અને ચાર પાંચ આધેડવયના પુરુષો સામે દોડી આવ્યા!
તેમણે મને ઓળખી લીધી! પણ રાણાને ન ઓળખ્યા! તેઓ મને, લલિતાને અને દાસીને જોવા લાગ્યા...આગળ ઊભા રહેલા તેજસ્વી સુંદર યુવકને જોઈ તેઓ વિચારમાં પડી ગયા...
દેવી! આપ પધાર્યા? અમારા રાણા....?' ને પેલો તેજસ્વી સુંદર યુવક ખડખડાટ હસી પડ્યો! મેં આજે એમને પહેલી વાર જ આ રીતે મુક્ત મનથી હસતા જોયા! તેઓ બોલ્યા :
ચાલો આગળ. તમારા રાણા તમારા પડાવમાં તમને મળશે!'
અમે ત્વરાથી પગ ઉપાડ્યા... પેલા માણસો તો દોડતા ગયા અને પડાવમાં બૂમાબૂમ કરી મૂકી... રાજ કુમારી આવ્યાં છે! રાજકુમારી આવ્યાં છે... સહુ મેદાનમાં ભેગાં થાઓ! અમે ત્યાં એક ઘેઘૂર વૃક્ષની નીચે જઈને શુદ્ધ જગા જોઈને ઘડા નીચે
અમા
૨૩૯
For Private And Personal Use Only