________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતની ખબર કેવી રીતે પડી ગઈ?' ગુરુદેવના મુખ પર મંદ મંદ હાસ્ય રમતું હતું.. ગુરુદેવ, આપ અંતર્યામી છો...”
મયણા, રાણાની ઇચ્છા સફળ થશે. આવતીકાલે તમારે સાતસો માણસોને છાંટી શકાય એટલું સ્નાત્રજળ તૈયાર કરીને લઈ જવાનું. જ્યાં તેઓ છે, ત્યાં જઈને તમને જે વિધિ બતાવું તે વિધિથી સ્નાત્રજળ દરેક કુષ્ઠી પર છાંટવાનું. એ નીરોગી બની જશે. સાંગોપાંગ થઈ જશે! અને એ સાતસો પુરુષો ભવિષ્યમાં આ રાણાના જ સહયોગી બનશે!”
મેં અને રાણાએ વિચાર્યું : ગુરુદેવ દિવ્યદ્રષ્ટા છે. આર્યાવર્તના શ્રેષ્ઠ જ્ઞાનીપુરુષ છે! અમે ગુરુદેવને પ્રણામ કર્યા, અનુભવ કરી રહી હતી કે જાણે હૃદય સાવ હળવું ફૂલ જેવું થઈ ગયું છે.
લલિતા સવારે વહેલી આવી ગઈ હતી. ત્રણ મોટા ઘડા પાણી લાવવાનું હતું. મેં લલિતાને પૂનમના દિવસે જ સૂચના આપી દીધી હતી કે એક દાસીને સાથે લઈ આવે એટલે કામકાજમાં સરળતા રહે. પાણી અને પાણીમાં નાંખવાનાં વિશિષ્ટ દ્રવ્યો આવી ગયાં હતાં. અમે સ્નાન કરી, પૂજાનાં વસ્ત્રો પહેરી પૂજાગૃહમાં પ્રવેશ્યાં. આજે લલિતાને પણ પૂજામાં બેસાડવાની હતી. એટલે અમે ત્રણેયએ પહેલાં ભગવાન ઋષભદેવની રત્નમય પ્રતિમાનું અષ્ટપ્રકારી પૂજન કર્યું. પછી શ્રી સિદ્ધચક્રજીની સ્નાત્રવિધિ શરૂ કરી. લગભગ બે ઘટિકા સુધી અમે સ્નાત્રાભિષેક પૂર્ણ કરી, ત્રણ સ્વચ્છ ને સુંદર ઘડાઓમાં સ્નાત્રજળ ભર્યું, એના પર શ્રીફળ મૂકીને રેશમી વસ્ત્ર બાંધ્યું.
સિદ્ધચક્રજીની અમે અષ્ટપ્રકારી પૂજા કરી અને લલિતા પાસે કરાવી. એના આનંદનો પાર ન હતો. તે હર્ષથી ગદ્ગદ્ હતી. પૂજા પૂર્ણ કરીને સ્તવના કરીને, અમે પૂજાખંડની બહાર આવ્યાં. મેં રાણાને કહ્યું:
આપણે આ સ્નાત્રજળના ઘડા લઈને અત્યારે જ આપના સાતસો સાથીદારો પાસે પહોંચી જઈએ. પછી આવીને નવ આયંબિલનું પારણું
કરીશું!'
તેમણે સહર્ષ સંમતિ આપી. અમે પૂજાનાં વસ્ત્રોમાં જ પાણીના ત્રણ ઘડા લઈને નીકળી પડ્યાં. મેં, લલિતાએ અને એની દાસીએ એક-એક ઘડો માથે
૨૩૮
મયા
For Private And Personal Use Only