________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘દેવી!’ ‘કહો નાથ!’
‘ગઈ રાત મને ક્યાં ય સુધી ઊંઘ આવી નહીં. વિચારો દોડતા જ રહ્યા... આખી રાત પડખાં ફરીને વિતાવી.'
‘અવો તો કર્યો વિચાર વારંવાર સતાવતો હતો?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મારા જીવનરક્ષક, મારા જીવનસાથી સાતસો માણસોનો...’ ‘આપનો એમના પ્રત્યે સાચો પ્રેમ છે, નાથ!'
આ સાચો ત્યારે ગણાશે કે જ્યારે એ બધા જ સાથીદારો મારા જેવા નીરોગી બનશે!'
‘આપની ઇચ્છા, આપની ભાવના ઉત્તમ છે, નાથ...'
‘શું તેઓ નીરોગી થઈ શકશે એ પરમ પ્રભાવી શ્રી સિદ્ધચક્ર-મહાયંત્રના સ્નાત્રજળથી?’
‘આપની શ્રદ્ધા શું કહે છે?’
‘નીરોગી બની શકશે, અવશ્ય બની શકશે! દેવી, જે સુખ મને મળ્યું એ સુખ મારા ઉપકારી, મારા જીવનરક્ષક મિત્રોને મળવું જ જોઈએ ને?'
એમના આ ઉદાત્ત વિચારો સાંભળી મારું મન આનંદથી ઊભરાઈ ગયું... મારી આંખો હર્ષનાં આંસુ વહાવવા લાગી. મેં કહ્યું : ‘હે સ્વામીનાથ આપણે આપણા ગુરુદેવને પૂછી લઈએ પછી એ કામ કરીએ.’
અમે આયંબિલ કરી લીધું હતું. મધ્યાહ્નકાળે ગુરુદેવ પાસે જવાનું નક્કી કર્યું. ત્રીજા પ્રહરના પ્રારંભે અમે ગુરુદેવનાં ચરણોમાં પહોંચ્યાં. વંદના કરી કુશળપૃચ્છા કરી અમે બેઠાં.
‘ગુરુદેવ! આપે અમારા પર પરમ કૃપા કરી. આપ જ અમારા પિતા છો, માતા છો, સખા છો... એક ક્ષણ પણ આપને ભૂલી નહીં શકાય. સદૈવ હૃદયમાં આપની છબી બની રહેશે.
પ્રો! આપ ન મળ્યા હોત તો...? એ કલ્પના ધ્રુજાવી દે છે. મન બહેર મારી જાય છે...
મધ્યા
ગુરુદેવ, હવે એમના મનમાં એક બીજો શુભ સંકલ્પ પ્રગટ્યો છે...! ‘દેવી, જાણું છું! આ રાણા મહાપુરુષ છે. રાજબીજ છે. એ કૃતજ્ઞ પુરુષ છે. એ એમના જીવનરક્ષક સાતસો કુષ્ઠરોગીઓને નીરોગી કરવા ઇચ્છે છે ને?’ હું અને રાણા એકબીજાને જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયાં! ‘ગુરુદેવને આ
For Private And Personal Use Only
૨૩૭