________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય, શ્રોતા કે દ્રષ્ટાની ઇચ્છાનો વિચાર ક્યારેય કરતું નથી. એ તો સદાય એના મૂળ સ્વરૂપે ઊગતા સૂર્યની જેમ જ આપણી સમક્ષ આવીને ઊભું રહે છે!
હું તો કેવળ જીવનના છેલ્લા શ્વાસ સુધી સિદ્ધાંત માટે લડનારી અને ગુરુદેવને સમર્પિત, સિદ્ધચક્રજીની પરમ ઉપાસિકા અને મારા રાણાની એક રાણી રૂપે રહીશ.
વૃક્ષ બતાવેલીથી અને પશુપંખીથી વીંટળાયેલું નિસર્ગ દેવતાની ગોદમાં લપાયેલું વિશાળ નગર ઉજ્જયિની! ચકોર, ચાતક, કોયલ, ભારદ્વાજ, સારંગ આદિ અસંખ્ય પક્ષીઓના મધુર કલરવથી પ્રાત:કાળે આળસ મરોડતી હું જાગી જતી.. જોકે બાલ્યકાળની એ સ્મૃતિ કેટલી બધી આકર્ષક હોય છે! સ્મૃતિમાત્રથી ક્ષિપ્રા-માતાનો ક્ષિતિજ સુધી વિસ્તરેલો પટ આંખ સામે આવી જાય છે. શુભ્ર નીલ જલનું ક્ષિતિજ સુધી પથરાયેલું વિશાળ સામ્રાજ્ય! એ જળનું એક એક બિંદુ મને ઓળખે છે અને હું પણ એક એક બિંદુને સારી રીતે ઓળખું છું. આ જ ક્ષિપ્રાના તટ પર પથરાયેલી ભીની રેતી પર દોડતા દોડતાં મારી નાની નાની નિર્દોષ પગલીનાં ચિહ્નો ઊપસી આવ્યાં છે. અહીં જ નટખટ વાયુએ મારા ઉત્તરીય વસ્ત્ર સાથે છેડછાડ કરી એને કેટલીય વાર મારા અંગ પરથી ઉડાડી મૂક્યું છે.
બાળપણ એટલે? કોઈ એને સુરેખ વ્યાખ્યામાં બાંધી શકશો? સૌ પોતપોતાની કલ્પનાથી બાળપણને વર્ણવે છે. પણ મને પૂછો તો કહું કે બાળપણ એટલે મુક્ત અને નિબંધ કલ્પનાઓના અશ્વોનો જોડેલો એક સ્વૈરવિહારી રથ! દૂર સુધી દેખાતું ક્ષિપ્રાનું પાણી ખરેખર નીલગગનને સ્પર્શતું નથી ને? એ જોવા માટે રથ એની અસંખ્ય લહેરો પર ચક્કર લગાવી બીજી જ ક્ષણે ક્ષિતિજને આંબવા દોડી જાય છે, તો ક્યારેક આ રથ આકાશમાં ટમટમતા અસંખ્ય તારા જડેલા છે, એ નીલ છત છોડીને પૃથ્વી પર ટપ લઈને કેમ નથી ટપકતા એની ખાતરી કરવા અંતરિક્ષમાં એ ખૂબ ઊંચાઈ સુધી છલાંગ મારે છે!
હું મારા વિચારોના રથમાં ઘૂમતી હતી, ત્યાં રાણા મારી સામે આવીને ઊભા. શાંત ચિત્તે મન ભરીને મારી સામે જોતા નિર્દોષભાવે બોલ્યા :
૨૩૬
માણા
For Private And Personal Use Only