________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ' 33
-
આજે અમારા સમગ્ર આવાસમાં સિદ્ધચક્ર-મહાયંત્રની મહેક ભરી હતી. મારા જીવનમાં આ નવ દિવસો અપૂર્વ, રોમાંચક અને સર્વ શ્રેષ્ઠ વીત્યા હતા. ગહન સંયમ, વિધિવત્ નવપદ-આરાધના, એકાગ્રતાપૂર્વક ગુરુદેવના શ્રીમુખે નવ પરમ તત્ત્વોનું શ્રવણ... રોમરોમ વિકસી જતા એવી પ્રભુભક્તિ... ધર્મચર્ચા અને તત્ત્વચિંતન... મારું સમગ્ર અસ્તિત્વ અગોચર આનંદથી પ્લાવિત થઈ ગયું હતું.
મારા મનની ભીતરમાંથી એક ગહન ગંભીર અવાજ મને સંભળાયા કરે છે. જેમ જેમ હું મનથી નિર્ધાર કરીને એ અવાજને રૂંધવાનો પ્રયત્ન કરું છું તેમ તેમ વાયુના સુસવાટાની એક થપાટથી અગ્નિની જ્વાલા બુઝાતાં પહેલાં જોરથી ભડકી ઊઠે તેમ એ અવાજ જાણે મને ઠોકી ઠોકીને કહે છે: “મણા! તારા જીવનની કથા સૌને કહે, સૌને સમજાય એવી ભાષામાં આજ તું સૌને કહી દે. તારા જીવનની આજની પરિસ્થિતિ પણ એવી જ છે.” લોકો કહે છે “મયણા, તેં તારું જીવન એક ફાટેલું ચીંથરું કરી નાંખ્યું છે!' કહે, ગળું ફાડીને કહે કે ચીંથરું ન હતું, એ તો જરીના તાંતણે ગૂંથાયેલું એક નજાકત રાજવસ્ત્ર હતું. કેવળ પરિસ્થિતિની ક્રૂર કાંટાળી વાડમાં ઉઝરડા પડી પડીને એ ચીંથરેહાલ થઈ ગયું હતું. પણ હવે એ ચીંથરેહાલ નથી, સુંદર અખંડ રમણીય રાજવસ્ત્ર છે.. જોઈ લો આખો ખોલીને! કાળના ભયંકર ઝંઝાવાતની સામે એકલા ઝઝૂમતાં ફાટી ગયેલાં રાજવસ્ત્રોનું મૂલ્ય કંઈ ઓછું નથી. હવે સૌને ઉઘાડી આંખે જોવા દે! કાન ખોલીને સાંભળવા દે!
હા, સુંદર આદર્શકથા સાંભળ્યા પછી બીજી જ ક્ષણે એ કથાને અત્યંત આસાનીથી, બેફિકરાઈથી ભૂલી જનારા આ પાગલ સંસારને શું તારી આ કથા ક્યારેય હલબલાવી મૂકશે ખરી? એ કથામાં એટલું સામર્થ્ય છે ખરું?
અરે, આ શું કેવળ કથા છે? ના, આ તો એક મહાન સત્ય છે! અને
માણા
૨૩૫
For Private And Personal Use Only