________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્લ ધ્યાનના પહેલા બે પ્રકારના અંતે જીવાત્મા કેવળજ્ઞાની બને છે. છેલ્લા બે પ્રકારોના અંતે આત્મા એકર્મા બને છે. સિદ્ધ મુક્ત બની જાય છે.
ત્રીજો પ્રકાર છે વેશ્યાવૃત્ય વેયાવૃત્ય એટલે સેવા. મુનિજનોએ ખૂબ નમ્રતાથી અને પ્રસન્નચિત્તથી આ વેયાવૃત્ય-તપ કરવાનું છે. આચાર્ય, ઉપાધ્યાય, બીમાર, બાલમુનિ આદિની શરીરસેવા કરવી, એમના માટે ભિક્ષા, પાણી, વસ્ત્ર-પાત્ર લાવી આપવાં વગેરે સેવા કરે, એવી રીતે ગૃહસ્થો પણ માતા-પિતાની અને ગુરુજનોની ઉચિત સેવા કરે, તે વેશ્યાવૃત્ય-તપ કહેવાય.
ચોથો પ્રકાર છે વિનય, જેઓ વિનય કરવાને યોગ્ય છે, તેમનો વિનય કરવાથી પાપકર્મોનો નાશ થાય છે, માટે વિનયને તપ કહેવાય છે. પૂજ્ય પુરુષો આવે ત્યારે ઊભા થવું, મસ્તકે અંજલિ જોડવી, ચરણ ધોવા, બેસવા આસન આપવું વગેરે વિનયના અનેક પ્રકારો છે.
પાંચમો પ્રકાર છે વ્યુત્સર્ગ. વ્યુત્સર્ગ એટલે ત્યાગ. મિથ્યાદર્શનોનો અનુરાગ ત્યજવાનો છે અને કષાયોને ત્યજવાના છે. કાયાની માયાનો ત્યાગ કરવાનો છે. અને સ્થિર થઈ કાઉસગ્ન કરવાનો છે. આ ત્યાગ પણ તપશ્ચર્યા જ છે.
છઠ્ઠો પ્રકાર છે સ્વાધ્યાય. શાસ્ત્રીસ્વાધ્યાય - અધ્યયન - પરિશીલન અત્યંતર તપ છે. આ સ્વાધ્યાય-તપના પાંચ પ્રકારો છે : (૧) વાચના : સદ્દગુરુની પાસેથી વિનયપૂર્વક સૂત્રાર્થ ગ્રહણ કરવા. (૨) પૃચ્છના : સંદેહ દૂર કરવા વિનયપૂર્વક પ્રશ્ન પૂછવા. (૩) અનુપ્રેક્ષા : મનમાં શાસ્ત્ર-તત્ત્વોનું. અનુચિંતન કરવું. (૪) આમ્નાય : સૂત્રપાઠનું શુદ્ધિપૂર્વક ઉચ્ચારણ કરવું. (પ) ધર્મોપદેશ : ધર્મતત્ત્વોનો ઉપદેશ આપવો.
હે મહાનુભાવ, બાહ્ય તપ અત્યંતર તપમાં સહાયક બને છે, એટલે અત્યંતર તપમાં સહાયભૂત બને એટલું જ બાહ્ય તપ કરવું જોઈએ. ઇન્દ્રિયોને ક્ષતિ ન પહોંચે તે રીતે બાહ્ય તપ કરવાનું છે. તપનું અભિમાન ન આવી જાય એની પૂરી તકેદારી રાખવી જોઈએ. તપથી કર્મોની નિર્જર કરવાની છે, આત્મભાવને નિર્મળ કરવાનો છે - આ વાત ખાસ યાદ રાખવાની છે.”
ગુરુદેવે “તપપદની વિવેચના પૂર્ણ કરી. અમે કૃતજ્ઞતા વ્યક્ત કરી ઊભાં થયાં. અન્ય મુનિવરોને વંદના કરી પૌષધશાળામાંથી બહાર નીકળ્યાં.
૨૩૪
અયમાં
For Private And Personal Use Only