________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલે?” પછીના વિચારો આવે ને?'
પણ અત્યારે આયંબિલ કરવાનો સમય થઈ ગયો છે, પધારો રાજકુમારી મયણાસુંદરી!' હું હસી પડી. લલિતા મારો હાથ પકડી મને રસોઈઘર તરફ લઈ ગઈ. રાણા આવી ગયા હતા.
અમે શાંતિથી ચોખાનું આયંબિલ કર્યું. નિત્યક્રમ મુજબ તેઓએ વિશ્રામ કર્યો અને હું તથા લલિતા ઘરની પરસાળમાં જઈને બેઠાં. થોડી આડી-અવળી વાતો કરી ત્યાં કુષ્ઠરોગીઓના પડાવમાંથી જવાનસિંહ આવીને દરવાજે ઊભો રહ્યો. મેં એને જોયો. “અરે જવાનસિંહ! અત્યારે....' ‘હા દેવજી, રાણાનાં દર્શન કરવાની તીવ્ર ઇચ્છા જાગી એટલે દોડી આવ્યો.' કેમ ચાલે છે ત્યાં બધાનું? કોઈ મુશ્કેલી તો નથી ને?'
ના દેવીજી, કોઈ દુઃખ નથી. બધું સારું ચાલે છે... પણ રાણા વગર બધું સૂનું સૂનું લાગે છે... ગમતું નથી.”
જવાનસિંહની આંખો ભીની થઈ ગઈ. મેં એને ઘરમાં બોલાવ્યો, બેસાડ્યો. લલિતાએ પાણી આપ્યું. મેં કહ્યું : “જવાનસિંહ, રાણા સૂઈ ગયા છે. હમણાં હમણાં તેમને ઊંઘ ઘણી આવે છે એટલે જગાડવા નથી..”
ના, ના, જગાડશો નહીં, હું દૂરથી જ જોઈ લઈશ..” હું શયનખંડ પાસે જવાનસિંહને લઈ ગઈ. તેઓ ચાદર ઓઢીને સૂઈ ગયા હતા. મુખ ખુલ્યું હતું. જવાનસિંહે મનપણે પ્રણામ કર્યા અને મેં એને વિદાય કર્યો.
જ્યાં સુધી આરાધના પૂરી ન થાય ત્યાં સુધી મારે એમને નીરોગી જાહેર કરવા ન હતા. બસ, બે દિવસ વચ્ચે હતા, આજ અને કાલ! પછી ભલે તેઓની નીરોગિતા જાહેર થઈ જાય!
જવાનસિંહના ગયા પછી લલિતા રાજમહેલની વાતો કરવા ઇચ્છતી હતી, પણ મેં ના પાડી. મેં કહ્યું કે અત્યારે આરાધનાના પવિત્ર દિવસો ચાલે છે. એમાં રાગ-દ્વેષ જાગે એવી કોઈ વાતો આપણે કરવી નથી. અત્યારે તો ભરપૂર ઉપશમભાવમાં જ રહેવું છે.'
સંધ્યા સમયે અમે આરતી કરી. પ્રભુની સ્તવના કરી.
મયણા
૨૨૯
For Private And Personal Use Only