________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા સિંહરથની રાણી કમલપ્રભાને જશે... ત્યારે ?
મારે તો જિનેશ્વરભાષિત, સર્વજ્ઞકથિત “કર્મસિદ્ધાંત' મનાવવાની વાત હતી. મનુષ્ય સુખ પામે છે પોતાના પુણ્યકર્મથી અને દુઃખ પામે છે પોતાના પાપકર્મના ઉદયથી! કોઈ કોઈને સુખી નથી કરી શકતું, કોઈ કોઈને દુઃખી નથી કરી શકતું.
હા, વ્યવહારધર્મમાં માતા-પિતાને ઉપકારી માનવાનાં છે. જે કોઈ સુખમાં સહાયક બને, નિમિત્ત બને, એ બધાંનો ઉપકાર માનવાનો છે. પણ ઉપકાર કરનારે તો ક્યારે ય એમ નથી માનવાનું કે “મેં આને સુખી કર્યો... મેં આને આબાદ કર્યો. હું ન હોત તો એ બરબાદ થઈ જાત, દુ:ખી થઈ જાત.” આવો અહંકાર કરવાનો જ નથી. મારા પિતાજી સાથે આ જ વાત પર વિરોધ થયો ને?
સંતાનો, આશ્રિતો ઉપકારીનો ઉપકાર માને જ. માનવો જ જોઈએ. માતા-પિતાના ઉપકારોનો બદલો વાળર્વો ઘણો મુશ્કેલ હોય છે. પરંતુ એથી ય વિશેષ ઉપકારી સદ્ગુરુ હોય છે! તેઓ આ ભવ અને પરભવ - બંને ભવના ઉપકારી હોય છે... એટલે એમના ઉપકારનો બદલો વાળવો તો અતિ - અતિ મુશ્કેલ છે.
છતાં ગુરુદેવ ક્યારે ય બોલ્યા નથી કે બોલશે નહીં કે “મયણા, મેં તારા પર કેવો ઉપકાર કર્યો! મેં જો તને સિદ્ધચક્ર-મહાયંત્ર ન આપ્યું હોત તો એક કુષ્ઠરોગી પતિ સાથેની તારી જિંદગી નરકની જિંદગી બની જાત... ક્યારે ય નહીં! જ્ઞાની પુરુષ ક્યારે ય માને નહીં કે “મેં આને સુખી કર્યો!' ન જ માને, ન જ બોલે. મેં જ્યારે ગુરુદેવને કહેલું : “ગુરુદેવ! આપના જ દિવ્ય અનુગ્રહથી રાણાને કુષ્ઠરોગ મટી ગયો. મારું દુઃખ ગયું..!” ત્યારે ગુરુદેવે કહેલું : “મયણા! એ દિવ્ય અનુગ્રહ પરમાત્માનો છે! સિદ્ધચક્રજીનો છે, હું તો નિમિત્ત માત્ર છું! તું પુણ્યશાળી છે. તારાં પુણ્યકર્મ ઉદયમાં આવ્યાં છે...'
મારી વિચારધારા તો વહેતી જ રહેત... પણ લલિતા વહેવા દે તો ને! સખી! આજે કંઈ ગંભીર વિચારમાં?' “હા લલિતા, આવતી કાલે છેલ્લે આયંબિલ! નવ દિવસની આરાધના પૂરી થઈ જશે!”
૨૨૮
મયણા
For Private And Personal Use Only