________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જોકે પહેલા જ આયંબિલથી હું આનંદિત હતી. પણ આજે આઠમા આયંબિલના દિવસે મારા આનંદની સીમા રહી નથી. દુઃખની રાત તો પૂરી થઈ ગઈ છે. જ્યારે રાણાની આરોગ્યપ્રાપ્તિના સમાચાર નગરમાં અને પૂરા માલવદેશમાં ફેલાશે ત્યારે જૈન ધર્મના નિંદકોનાં મોં સિવાઈ જશે અને પ્રજાને જૈન ધર્મનો ખરો પરિચય થશે.
જપ-તપ-પૂજા-ઉપાસના અને બ્રહ્મચર્યના કારણે એમનું તેજ વધ્યું હતું. શરીર કુદરતી સૌંદર્યથી તેજસ્વી બન્યું હતું. જૈન ધર્મના દ્વેષીઓનાં દિલ બાળવા માટે જાણે દૈવે બધું રૂપ એમનામાં ઠાલવી દીધું હતું!
વસંતનાં વધામણાં કરતા કો' વૃક્ષની ડાળે પહેલવહેલી કૂંપળો ફૂટતી દેખાય, યા છોડની ડાળે ઊગેલી કળી અચાનક જ એક સવારે ફૂલપાંખડી બની ખીલી ઊઠે, તેવી રીતે મારું હૃદય રાણાને નીરોગી જોઈ ખીલી ઊઠ્યું હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા હૃદયને જે દુઃખ કોરી ખાતું હતું મારા ધર્મની નિંદા... મારાથી સાંભળી જતી ન હતી. અને એ માટે જ મેં ગુરુદેવને રોતી આંખે વિનંતી કરી હતી... ‘ગુરુદેવ! એવો ઉપાય બતાવો કે રાણાનો કુષ્ઠરોગ દૂર થઈ જાય... ને લોકો જિનધર્મની નિંદા કરવાનું પાપ ત્યજી દે...'
ગુરુદેવે કેવી અપૂર્વ કૃપા કરી! કેવો અનુપમ ઉપકાર કર્યો! આવા ગુરુદેવ મને મળી ગયા... એ મારા પુણ્યની પરાકાષ્ઠા છે... હું જનમોજનમ એમને ભૂલી નહીં શકું. એમના ઉપકારનો બદલો વાળવો અસંભવ છે મારા માટે.
અને જ્યારે રાજમહેલમાં આ સમાચાર પહોંચશે ત્યારે? મારા પિતા... મહારાજા પ્રજાપાલ... કેવા ભોંઠા પડી જશે? કર્મનો સિદ્ધાંત માન્યા વિના ચાલશે ખરું? માનવો જ પડશે; અને મારી અભિલાષા પૂરી થશે.
આમ તો તેમને, તેમના હૃદયમાં મારા પ્રત્યે પ્રેમ છે જ. એટલે રાણા નીરોગી બન્યાના સમાચાર મળતાં જ... તેઓ અવશ્ય દોડી આવશે! આમ તો તેઓ સરળ ને ભોળા છે!
ગયા
-
અને જ્યારે દુનિયાને વાસ્તવિકતાની જાણ થશે કે એ કુષ્ઠરોગી ઉંબરરાણા તો અંગદેશની ચંપાનગરીનો રાજા હતો ત્યારે લોકો પોતાની કાનપટ્ટી પકડીને માથાં ધુણાવશે! એમાં ય વળી પ્રત્યક્ષ પ્રમાણરૂપે સ્વર્ગસ્થ
For Private And Personal Use Only
૨૨૭