________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના ૩૨ હ.
ઘેર આવીને, વસ્ત્રપરિવર્તન કરીને અમે અમારા ખંડમાં બેઠાં. મેં કહ્યું : અત્યારે હું તમને કર્મોનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ એક દૃષ્ટાંત આપીને સમજાવું છું.'
એક માણસને તરસ લાગી છે. જંગલમાંથી પસાર થઈ રહ્યો છે. એની પાસે પાણી છે, પણ કચરાવાળું છે. તેણે એ પાણી બીજા પ્યાલામાં ગાળી નાંખ્યું. ગરણામાં જે કચરો રહ્યો તે તેણે ફેંકી દીધો; પણ તે છતાં ય ગળેલા પાણીમાં સૂક્ષ્મ કચરો તો રહી ગયો હતો. તેણે તે પાણીનો પ્યાલો જમીન પર મૂકી દીધો. ધીરે ધીરે કચરો પાણીની નીચે બેસી ગયો.
આ થયો કચરાનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ! ગરણામાં જે કચરો રહી ગયેલો તેનો ક્ષય થયો, સૂકમ કચરો જે પાણીની નીચે બેસી ગયો, તે ઉપશમ થયો. આ બંને વાતો ભેગી કહેવી હોય તો “ક્ષયોપશમ થયો', એમ કહેવાય,
આ રીતે ચારિત્રમોહનીય કર્મ(કષાયો-૧૨)નો ક્ષયોપશમ થાય એટલે ક્ષાયોપથમિક ચારિત્રની પ્રાપ્તિ થાય.
કોઈ માણસ પાણીને ગાળી શકતો નથી. ગળવા માટે એની પાસે ધારો કે ગરણું જ નથી, એ પાણીના પ્યાલાને જમીન પર સ્થિર મૂકી દે છે. ધીરે ધીરે બધો કચરો પાણીની નીચે બેસી જાય છે! પાણી ચોખ્ખું થઈ જાય છે. આને ઉપશમ ચારિત્ર - ઔપશમિક ચારિત્ર કહેવાય,
કોઈ માણસ કચરાવાળા પાણીને ગાળીને, ઉકાળીને એકદમ શુદ્ધ કરે, એમાં જરા ય કચરો ન રહે, તેમ જે મનુષ્ય ચારિત્રમોહનીય કર્મનો (૧૨ કષાયોનો) ક્ષય કરી નાંખે, તેને “ક્ષાયિક' ચારિત્રની પ્રાપ્તિ થાય છે.
આ રીતે ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી, ઉપશમથી અને ક્ષયોપશમથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થતી હોય છે, તેમને વાત સમજાઈ ગઈ. તેઓ બોલ્યા : હવે બરાબર સમજાયું!'
૨૨૬
મયા
For Private And Personal Use Only