________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* બુઝાઈ ગયેલા અગ્નિ જેવા ક્ષીણ કષાયો હોય. (ક્ષય)
♥ રાખથી ઢંકાયેલા અગ્નિ જેવા ઉપશાંત કષાયો હોય. (ઉપશમ)
* કંઈક ઓલવાયેલા અને કંઈક રાખથી ઢંકાયેલા અગ્નિ જેવા હોય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ક્ષયોપશમ)
આવો ઉત્તમ ચારિત્રધર્મ જેમનામાં હોય તેવા ચારિત્રવંત વંદનીય સાધુપુરુષનું શ્વેતવર્ણમાં ધ્યાન કરવાનું. ગુણ અરૂપી છે, અરૂપીનું ધ્યાન ન થઈ શકે. ધ્યાનરૂપી દ્રવ્યનું થાય. એટલે ચારિત્રગુણવાળા મહાત્માનું ધ્યાન કરવાનું.
જે ચારિત્રવંત મહાપુરુષોનું ધ્યાન ધરવાનું છે તે સંપૂર્ણ સંયમીનું ધ્યાન ધરવાનું છે. જેમણે હિંસાદિ પાંચેય પાપોનો ત્રિવિધે ત્રિવિધ ત્યાગ કરેલો હોય. મન-વચન-કાયાથી પાપો કરે નહીં, કરાવે નહીં, કરતાની અનુમોદના કરે નહીં.'
ગુરુદેવ ચારિત્રપદની વિવેચના પૂર્ણ કરીને મને કહ્યું : 'તું રાણાને કર્મોનો ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ સારી રીતે સમજાવજે. એમના માટે આ બધી વાતો નવી છે. પણ તેઓ સમજી શકશે.'
શમણા
ગુરુદેવ રોજ એમના (રાણાના) શરીર પર દૃષ્ટિ નાંખતા હતા. તેમના મુખ પર સફળતા મળ્યાનો સંતોષ દેખાતો હતો.
અમે અન્ય મુનિવરોને વંદના કરી પૌષધશાળામાંથી બહાર નીકળ્યાં.
For Private And Personal Use Only
૨૨૫