________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. અહંકાર એમને ભરડો દઈ શકતો નથી.
૨, પરમ બ્રહ્મમાં મગ્ન એવા મહાત્માની સામે ગમે તેવી રૂપસુંદરીઓ આવીને ઊભી રહે, ગીત ગાય કે નૃત્ય કરે, છતાં એ મહાત્માના મનમાં કામવિકારનો એક ઝબૂકો પણ થતો નથી. કામદેવનું એકેય બાણ એમને વીંધી શકતું નથી.
૩. આત્મભાવમાં દૃઢપણે સ્થિર રહેલા મહર્ષિને પ્રિય-અપ્રિય વિષયમાં રતિ કે અરતિ થતી નથી. તેમનામાં હાસ્ય કે ઉગ હોતા નથી. ખેદઉદ્ધગથી પર રહે છે.
૪. મોક્ષમાર્ગની આરાધનામાં નિરત મુનિવરના હૈયે મત્સરનાં જાળાં બાઝેલાં ન હોય. ચારિત્રવંત આત્માના ચિત્તચંદ્રમાને મત્સર, ઈર્ષાનો રાહુ ગ્રસી શકતો નથી.
૫. ક્ષમાધર્મને મુનિજીવનનો પર્યાય માનનારા મહર્ષિને રોષ હોય જ નહીં. જેમને માન-સન્માનની અપેક્ષા નથી, આદર-સત્કારની આશા નથી. પ્રિયવચનોની અપેક્ષા નથી. અનુકૂળતાઓનો આશરો જોઈતો નથી કે કરેલા ઉપકારોના બદલાની અપેક્ષા નથી... એવા ચારિત્રવંત આત્માને રોષ આવે જ ક્યાંથી?
૬. ધીર-વીર બનીને વિશુદ્ધ આત્મપ્રદેશની પરિશોધમાં નીકળી પડેલા પરાક્રમી મહાત્માઓ, માર્ગમાં ગમે તેવાં વિઘ્નો આવે, સંકટો આવે, ઉપસર્ગો કે પરિષહો આવે, છતાં ખિન્ન નથી થતા. ઉત્સાહભગ્ન નથી થતા; કે ભયભીત નથી થતા. આવા ચારિત્રવંત મહાત્માઓના ગુણ ગાવા માટે સૃષ્ટિમાં કોઈ ઉપમા જડતી નથી!
હે સુશીલે! એક વાત પહેલાં સમજી લેવી જોઈએ કે ચારિત્રધર્મની પ્રાપ્તિનો સંબંધ “મોહનીયકર્મના ક્ષયોપશમ સાથે રહેલો છે. સર્વપ્રથમ દર્શનમોહનીય (મિથ્યાત્વ) કર્મનો ક્ષયોપશમ થવો જોઈએ. તે પછી અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ક્ષયોપશમ થવો જોઈએ. આ ત્રણ જાતના ક્રોધ-માન-માયા અને લોભનો ક્ષયોપશમ થાય ત્યારે ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય.
અર્થાતુ પ્રશસ્ત મન-વચન-કાયાના યોગોથી બાર પ્રકારના કષાયોનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થાય ત્યારે ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. આ કષાયો
૨૨૪
મયાણા
For Private And Personal Use Only