________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ ચારિત્રધર્મની આરાધનામાં સતત જાગૃતિ જોઈએ. એક સમયનો પણ પ્રમાદ ન કરવો જોઈએ.
* યોગ્ય કાળે વિધિપૂર્વક - ભાવપૂર્વક પ્રતિક્રમણ કરવાનું છે. ૐ જ્ઞાની ગુરુદેવ સમક્ષ દોષોની આર્લોચના કરવાની હોય છે. *દિવસ અને રાતના આઠ પ્રહરમાં પાંચ પ્રહર સ્વાધ્યાય કરવાનો છે. * હૃદયમાં જીવદયાના ભવને અખંડ રાખી, વસ્ત્ર, પાત્ર વગેરેની પ્રતિલેખના કરવાની છે.
* કરુણાભર્યા હૈયે વસ્તીનું પ્રમાર્જન કરવાનું છે.
માર્ગે જતાં-આવતાં જીવરક્ષાનો ઉપયોગ રાખવાનો છે.
આ રીતે ભાવધર્મ અને ક્રિયાધર્મમાં શ્રદ્ધાપૂર્વક અપ્રમત્ત બનીને ઉદ્યમશીલ બને છે સાધુ. આ છે ચારિત્રધર્મ.
ચારિત્રધર્મની આરાધનામાં એક વિશિષ્ટ આરાધના છે સાધુસેવા. બાલ, વૃદ્ધ, બીમાર અને મહેમાન સાધુઓની આદરપૂર્વક સેવા-ભક્તિ કરીને તેમને સુખશાન્તિ આપવાની છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી જ રીતે જ્ઞાનવૃદ્ધ, પર્યાયવૃદ્ધ અને જિનશાસનના પ્રભાવક સાધુપુરુષોની પણ અવસરોચિત સેવા કરવાની છે. આ સાધુસેવાના ગુણને અખંડ રાખવા સાધુએ ગુણદ્રષ્ટા ને ગુણાનુરાગી બનવું પડે. દરેક સાધુપુરુષમાં ગુણો જ જોવાના. છદ્મસ્થ આત્માઓમાં દોષો તો હોય જ, છતાં દોષો નથી જોવાના. કારણ કે દોષદર્શન સદ્દભાવનો નાશ કરે છે. દોષદર્શનમાંથી દ્વેષ જન્મે છે.
ચારિત્રધર્મ એટલે આત્મગુણોમાં રમણતા કરવાની છે, ચારિત્રવંત મહાત્માને* મદ-માન સ્પર્શી શકતું નથી.
કામવાસના સતાવી શકતી નથી.
* મોહ ફસાવી શકતો નથી.
મણા
* મત્સર અભડાવી શકતો નથી.
* રોષ ભાન ભુલાવી શકતો નથી.
ૐ વિષાદ વ્યાકુળ કરી શકતો નથી.
હવે આ ચારિત્રધર્મની છ ભાવાત્મક વાતોને સ્પષ્ટતાથી સમજાવું છું. ૧. આત્મગુણોનું પ્રગટીકરણ કરવાની આરાધનામાં લીન એવા મહાત્માનું કોઈ ઘોર અપમાન કરે તો પણ એમનામાં અભિમાન ઊછળતું
For Private And Personal Use Only
૨૨૩