________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદેવ આતમ-ચિંતન હો સંયમમય જીવન હો.. બ્રહ્મચર્યનું પાલન કરવા મુજ મન તત્પર હોજો. કદી ન ઊઠે વિષયવાસના કર તુમ મુજ પર હોજો. પરમબ્રહ્મનું મંથન હો સંયમમય જીવન હો.. ન મમતા, ન મૂર્છા મનમાં રહે આ ભૌતિક અર્થોમાં નિર્મમ-નિર્લોભી બનવું, રમવું છે પરમાર્થોમાં જીવન સુગંધી ચંદન હો
સંયમમય જીવન હો..... સ્તવના પૂર્ણ કરીને અમે “ૐ શ્રીં નમો વારિત્તર' મંત્રનો જાપ અને ધ્યાન શરૂ કર્યું. શ્વેતવર્ણમાં ધ્યાન કર્યું. એક ઘડી સુધી ધ્યાન કર્યા પછી મેં સ્નાત્રજળ રાણાના શરીર પર છાંટ્યું. એમણે મારા પર છાંટ્યું. અમારાં ચિત્ત પ્રફુલ્લિત થયાં.
અમે બંને જિનમંદિરે ગયાં. દર્શન-પૂજન કરીને ગુરુદેવ પાસે પહોંચી ગયાં. વિધિપૂર્વક વંદન કરી ઉચિત જગાએ બેસી ગયાં. ગુરુદેવે “ચારિત્રપદ” સમજાવવાનો પ્રારંભ કર્યો :
મોક્ષમાર્ગની આરાધનામાં જેટલું મહત્ત્વ સમ્યગુદર્શનનું અને સમ્યગૂજ્ઞાનનું છે, એટલું જ મહત્ત્વ સમ્યક્ઝારિત્રનું છે. એટલે શ્રી સિદ્ધચક્રમાં દર્શન અને જ્ઞાન પછી ચારિત્રપદ બતાવવામાં આવ્યું છે.
ચારિત્રધર્મ બે પ્રકારનો છે : ક્રિયાત્મક અને ભાવાત્મક.
પ્રતિક્રમણ, આલોચના, સ્વાધ્યાય, પ્રતિલેખના, પ્રમાર્જના, નિગમ-પ્રવેશ વગેરે ક્રિયાત્મક ચારિત્રધર્મ છે.
ક્ષમા, નમ્રતા, સરળતા વગેરે દશ પ્રકારનો સાધુધર્મ ભાવાત્મક ચારિત્રધર્મ
આ બે પ્રકારના ચારિત્રધર્મમાંથી એક પણ ધર્મની ઉપેક્ષા ન કરી શકાય.
આ ચારિત્રધર્મના પાલનથી જ હું મોક્ષમાર્ગની આરાધક બની શકું. અર્થાત્ નિર્વાણ પામી શકું.” આવી દઢ શ્રદ્ધા હોવી જોઈએ.
૨૨૨
મયમાં
For Private And Personal Use Only