________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પ્રાણમાં શક્તિ આપો. તમારું કાર્ય સાથે લેવા, સંસારના તાપ સહેવા, ભવના કોલાહલમાં રહેવા, નીરવપણે ભક્તિ કરવા મારા પ્રાણમાં શક્તિ આપો. મન અને વચનથી પર એવી તમારી જ્યોતિમાં ભળી જવા, સુખ-દુખમાં, લાભ-નુકસાનમાં તમારી વાણીને સાંભળવા મારા પ્રાણમાં શક્તિ આપો.”
રાત્રિના પ્રથમ પ્રહરમાં મેં તેમને પાંચ જ્ઞાનની વાતો થોડી સરળતાથી સમજાવી. એમણે કેટલાક પ્રશનો પણ પુછુયા. મેં એમનું સમાધાન કરવા પ્રયત્ન કર્યો. તેમના મુખ પર સંતોષની છાયા ઊપસી આવી હતી. બીજા પ્રહરમાં અમે નિદ્રાધીન થયાં.
વહેલી સવારે ઊઠીને અમે ભગવાન ઋષભદેવનું અને શ્રી સિદ્ધચક્રનું સ્મરણ કર્યું. આજે અમારે “ચારિત્રપદની આરાધના કરવાની હતી. સાધુપદની આરાધના વખતે અમને “ચારિત્ર' અંગે થોડી સમજણ તો મળી જ હતી.
અમે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી પૂજાખંડમાં ગયાં. લલિતાએ રોજ મુજબ બધી જ પૂર્વતૈયારી કરેલી હતી. અમે પ્રભુનું અને સિદ્ધચક્રનું અષ્ટપ્રકારી પૂજન કર્યું. વિશેષરૂપે ચારિત્રપદનું પૂજન કર્યું. પછી ભાવપૂજામાં પ્રવૃત્ત થયાં.
સંયમમય જીવન હો! ભગવદ્ સંયમમય જીવન હો! સર્વ જીવોના પ્રત્યે મૈત્રી, દયા-કરુણા હોજો બનું ઉપયોગી સૌ જીવોને, એવો મનોરથ હોજો જીવન ગુણ-ઉપવન હો સંયમમય જીવન હો... પ્રિય, સત્ય ને પથ્ય વચન મુજ મુખની શોભા હો, અસત્ય ને અપ્રિય વચનોથી સદૈવ મન તોબા હો... જીવન સત્કંચન હો, સંયમમય જીવન હો. ન્યાય-નીતિને પ્રમાણિકતા મમ ગૃહનો શણગાર હોજો, કદી ન ચોરી કરવાનો મનમાં પણ વિકાર હોજો..
માણા
૨૨૧
For Private And Personal Use Only