________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું સમજદાર સખી છો. હું કહું તેમ તારે કરવાનું...' ભલે...' તે થોડી નારાજ થઈ. મેં એની પીઠ પસવારીને હેત વરસાવ્યું.
અમે આયંબિલ કર્યું. આજે પણ ચોખાનું આયંબિલ કરવાનું હતું. આયંબિલ કરીને રાણાએ વિશ્રામ કર્યો.
મેં લલિતાને સારી રીતે સમજાવી. મને પણ નિદ્રા આવતી હતી એટલે હું પણ સૂઈ ગઈ. લલિતા ગૃહકાર્યમાં લાગી ગઈ. સાંજે અમે ભાવપૂર્વક આરતી કરી. પ્રભુની સ્તવના કરી.
હ અરૂપ! તમારી વાણી મારા અંગમાં, મારા ચિત્તમાં મુક્તિ લાવી આપો. નિત્યકાળનો તમારો ઉત્સવ છે વિશ્વની દિવાળી. હું કેવળ તેનું એક માટીનું કોડિયું છું. તેમાં કદી ન બુઝાતી, પ્રકાશથી ઝળહળતી તમારી ઇચ્છા રૂપી શિખા પેટાવો.”
હે અનામ! જેમ તમારો વસંતવાયુ રંગેરંગમાં, પુષ્પોમાં, પાંદડાંમાં, વને વને અને દિશાએ દિશાએ ગીત અંકિત કરી જાય છે, તેમ મારા પ્રાણના કેન્દ્રમાં તમારી ફૂંક ભરી દો! તેના સૂનકારમાં પૂર્ણતા આપી સૂરથી ધન્ય બનાવો. તમારો દક્ષિણ કર મને પવિત્ર કરો...”
હે અક્ષય! “વિપત્તિમાં મારી રક્ષા કરો', એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ના પામું એમ ઇચ્છું છું. દુઃખમાં, તાપમાં કે વ્યથિત ચિત્તમાં ભલે સાંત્વના ના આપો, દુઃખ પર વિજય મેળવું, એમ હું ઇચ્છું છું. ભલે મને સહાય ન મળે, પણ મારું બળ ન તૂટે એમ ઇચ્છું છું. સંસારમાં ક્ષતિ પામી, વચના પામી, છતાં મારા મનમાં ક્ષતિ ન પામું તેમ ઇચ્છું છું. તું મારો બચાવ કરજે, એ મારી પ્રાર્થના નથી, તરી શકું એટલી શક્તિ રહે એમ ઇચ્છું છું. ભલે મારો ભાર હળવો ન કર, પણ હું એ ભાર વહી શકું એમ ઇચ્છું છું. નત મસ્તકે, સુખના દિવસે તારો ચહેરો ઓળખી લઈશ, દુઃખની રાતે સમગ્ર સંસાર જ્યારે વંચના કરે ત્યારે તારા પર સંશય ન કરું તેમ ઇચ્છું છું!
હ અનંત! બળ આપો, મને બળ આપો. હૃદયનું સર્વસ્વ લુંટાવીને તમને પ્રણામ કરવા, સુમાર્ગે ભ્રમણ કરવા, બધા અપકારો માફ કરવા, બધા ગર્વનું ખંડન કરવા, કુમતિને અવગણવા મારા પ્રાણમાં શક્તિ આપો. તમને હૃદયથી ઓળખવા, તમને જીવનમાં પૂજવા, તમારામાં મારા ચિત્તનું વાસસ્થાન શોધવા
૨૨૦
મયણા
For Private And Personal Use Only