________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વાગે છે આજે ઉરની સિત્તાર ગાવું છું આજે રાગ મલ્હાર મૂર્તિ મનહર છે, મારી આંખો ઠરે
કેવો તું જિનવર છે! મારી આંખો ઠરે... રણઝણે આ તારો, જાણે ગુંજે છે ભમરા ફૂલો પર આલાપું હું આ સરગમ જાણે ટહુકે છે કોયલ ડાલો પર!
મનડાનાં ગીત છે આ, ગીતો મદભર છે... મારી આંખો હરે... રસ ઝરે દયાનો, જાણે વરસે છે મેઘ અષાઢી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસો પ્રભુ નિરંતર, અંતરના દ્વારો ઉઘાડી
અંતરનાં સુખ દોને, સુખો આ ક્ષણભર છે... મારી આંખો ઠરે... રૂપ છે અનુપમ, જાણે બ્રહ્માએ સરજ્યું ન હોય!
ધ્યાન ધરું જિનેશ્વર, જાણે કોઈ જુદાઈ ન હોયે...
દર્શન હો આતમને, દર્શન હિતકર છે, મારી આંખો રે...
સ્તવના પૂર્ણ કરી અમે અમારા ખંડમાં ગયાં. લલિતા એના ઘરે ચાલી ગઈ. અમે શ્રી સિદ્ધચક્રજીના પ્રભાવોની અહોભાવપૂર્વક એક પ્રહર સુધી વાતો કરતા રહ્યા. અમારાં બંનેનાં હૃદયમાં શ્રી સિદ્ધચક્રજીનું સ્થાન અવિચલ બની ગયું હતું.
આજે આશ્વિન પૂર્ણિમા હતી.
અમારી આરાધનાનો આજે છેલ્લો દિવસ હતો.
અમારો ઉલ્લાસ-ઉત્સાહ અપાર હતો. આજે લલિતાએ વિશેષરૂપે પૂજનસામગ્રી તૈયાર કરી હતી. અમે પૂજાખંડમાં પ્રવેશ્યાં.
સર્વપ્રથમ પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા ખૂબ જ તન્મય બનીને કરી... પૂજન કરતાં કરતાં પૂજ્ય-પૂજકનો ભેદભાવ ઓગળી ગયો અને અભેદભાવે પરમાત્મમિલન થયું! શરીર રોમાંચિત થઈ ગયું! અનુષ્ઠાન ‘અમૃત અનુષ્ઠાન' બની ગયું.
૨૩૦
તે પછી શ્રી સિદ્ધચક્રજીનું પણ અપૂર્વ ભાવથી પૂજન થયું. જાણે કે અમને સર્વસ્વની પ્રાપ્તિ થઈ ગઈ હોય એવો ભરપૂર વિશ્વાસ પ્રગટયો. અમે પૂર્ણ અભયની અનુભૂતિ કરી. અમને જાણે દિવ્ય દ્રષ્ટિ મળી ગઈ હોય, એવાં નવપદનાં દિવ્ય દર્શન થયાં!
For Private And Personal Use Only
ચણા