________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનના ગ્રંથોનું અધ્યયન કરવું. છે શાસ્ત્રો, ગ્રંથો, પુસ્તકોને પણ સારી રીતે રાખવાં.
જ્ઞાન-જ્ઞાનીની નિંદા ન કરવી. ...તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયપશમ થાય છે. જ્ઞાનોપાસનામાં કંટાળો, નિરાશા કે ઉદાસીનતા - આ બધાં તત્ત્વો બાધક બને છે. જ્ઞાનાભ્યાસમાં મહેનત કરવી જ પડે. એમાં પ્રમાદ-આળસ ન જ ચાલે. મહેનત કરવામાં કચાશ રાખવાની નહીં.
સમ્યગુજ્ઞાન માટે યોગ્ય કાળ, વિનય, બહુમાન, ઉપધાનતપ, ગુરુનો અપલાપ ન કરવો, સૂત્ર, અર્થ અને તે બંનેના અભ્યાસરૂપ આઠ જ્ઞાનાચારનું પાલન કરવું જોઈએ.
જ્ઞાની બનવા જ્ઞાની ગુરુના ચરણે મન-વચન-કાયાથી સમર્પણ કરવું પડે. જ્ઞાનપ્રાપ્તિમાં પ્રમાદ દૂર કરવો જોઈએ. એક સૂત્ર યાદ રાખો - ‘વિદ્યાર્થીને આરામનું સુખ ન હોય ને સુખાર્થીને વિદ્યા ન હોય!
હે મહાનુભાવ! હવે હું સંક્ષેપમાં પાંચ જ્ઞાન સમજાવું છું. જ્ઞાનના પાંચય પ્રકાર છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. આ પાંચ જ્ઞાન બે વિભાગમાં વિભાજિત છે : પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન.
પાંચ ઇન્દ્રિયો અને મનની સહાય વિના માત્ર આત્માનું જે જ્ઞાન, તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય અને પાંચ ઇન્દ્રિય તથા મનની સહાયથી જે જ્ઞાન થાય તે પરોક્ષ જ્ઞાન કહેવાય.
પહેલું જ્ઞાન છે મતિજ્ઞાન. તેને સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા... અભિનિબોધ વગેરે સમાનાર્થક નામ પણ છે. તેમાં થોડો થોડો અર્થભેદ છે.
વર્તમાનકાળવિષયક જ્ઞાનને મતિજ્ઞાન કહેવાય. આ પૂર્વકાળમાં અનુભવેલી વાત કે વસ્તુના સ્મરણને સ્મૃતિજ્ઞાન કહેવાય.
પૂર્વકાળમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એકતાના અનુસંધાનનું નામ “સંજ્ઞાજ્ઞાન' છે. કે ભવિષ્યના વિષયની વિચારણાને “ચિંતાજ્ઞાન' કહેવાય.
આ ચારેય જ્ઞાનનું અંતરંગ કારણ “મતિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ' એક જ હોય છે.
આ મતિજ્ઞાનના ચાર ભેદ છે અને ૨૪ પ્રકાર પણ છે.
મચણા
૨૧૭
For Private And Personal Use Only