________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજું જ્ઞાન છે શ્રુતજ્ઞાન. આત્મા વડે જે સંભળાય તે “શ્રત' કહેવાય. સાંભળીને જે જ્ઞાન મેળવાય તે શ્રુતજ્ઞાન કહેવાય. આ શ્રુતજ્ઞાન ઇન્દ્રિયો અને મનના માધ્યમથી થાય છે. શબ્દાર્થના પર્યાલોચનના અનુસાર જે બોધ થાય, તે શ્રુતજ્ઞાન કહેવાય.
આપ્તવચન, આગમ, ઉપદેશ, આમ્નાય, પ્રવચન, જિનવચન... આ બધા શ્રુતજ્ઞાનના પર્યાયવાચી શબ્દો છે.
ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી શ્રુતજ્ઞાનના જુદા જુદા પ્રકારો બતાવવામાં આવેલા છે. ૧૨ પ્રકાર, ૧૪ પ્રકાર, ર૦ પ્રકાર, ચાર પ્રકાર અને બે પ્રકાર
આ બધા પ્રકારો અનુકૂળ સમયે મયણા તમને સમજાવશે. ત્રીજું જ્ઞાન છે અવધિજ્ઞાન. અવધિ' એટલે મર્યાદા, દ્રવ્યની, ક્ષેત્રની અને કાળની મર્યાદાવાળું આ જ્ઞાન હોય છે. ઇન્દ્રિયો અને મનના માધ્યમ વિના આત્મા સાક્ષાત્ અર્થને જાણે.
આત્માની રૂપી પદાર્થોના પ્રત્યક્ષ જ્ઞાનની પ્રવૃત્તિ તે અવધિજ્ઞાન છે. ચોથું જ્ઞાન છે મન:પર્યવજ્ઞાન. મનની વાતો સર્વ પ્રકારે જાણવી, મન સંબંધી બધું જ જાણવું તે મન:પર્યવજ્ઞાન કહેવાય.
પાંચમું જ્ઞાન છે કેવળજ્ઞાન. આ એક જ જ્ઞાન છે (આના પ્રકારો નથી), શદ્ધ છે, પરિપૂર્ણ છે, અસાધારણ છે અને અનંત છે.
કેવળજ્ઞાન સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને જાણે છે. એવું કોઈ દ્રવ્ય નથી કે એવો કોઈ ભાવ નથી કે જે કેવળજ્ઞાન દ્વારા જાણી ન શકાય; જોઈ ન શકાય. લોકાલોકના અનંત પર્યાયોને જાણવાનું સામર્થ્ય હોય છે આ કેવળજ્ઞાનમાં. આ જ પરમ શ્રેષ્ઠ જ્ઞાન છે. હવે એક આત્મામાં એકસાથે કેટલાં ને ક્યાં જ્ઞાન હોય તે બતાવું છું: * ક્યારેક આત્મામાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન - બે જ્ઞાન હોય છે.
ક્યારેક આત્મામાં મતિ-શ્રત અને અવધિ - ત્રણ જ્ઞાન હોય. છે ક્યારેક આત્મામાં મતિ-શ્રુત અને મન:પર્યવ - ત્રણ જ્ઞાન હોય. * ક્યારેક આત્મામાં મતિ-શ્રુત-અવધિ ને મન:પર્યવ - ચાર જ્ઞાન હોય. કે ક્યારેક આત્મામાં એક જ કેવળજ્ઞાન હોય...
આ રીતે ગુરુદેવે “જ્ઞાનપદ' સમજાવ્યું. અમે ધન્યતા અનુભવી. ગુરુદેવનો ઉપકાર માની અમે ઊભાં થયાં. અન્ય મુનિવરોને વંદના કરી બહાર નીકળ્યાં.
૨૧૮
માણા
For Private And Personal Use Only