________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે જગન્નાથ! હું અજ્ઞાની છતાંય છે ગુણ ગાવાના કોડ, હું બાળક છું કાલી વાણી કોણ કરે છે એની હોડ... હે૦ ભારે કર્મી છું હું સ્વામી, છતાં તમારું છું આશ્રિત લોહ અને સોનું જિમ જિનવર! તિમ કરો કર્મો પર જિત.... હે,
જ્યાં જ્યાં વિચરો હે તીર્થકર પ્રભાવ પ્રસરે ચારે કોર રોગી સૌ નીરોગી બનતા કર્મોનું ચાલે ના જોર... હે, વિતે રાગ ઘોર અંધારી ઊગે જ્ઞાનપ્રકાશનું વ્હાણું આપો એવી શક્તિ જિનવર!
પામી શકું મુક્તિનું ટાણું.. હે, ભાવસ્તવના પૂર્ણ કરી અને શ્રી જ્ઞાનપદનો જાપ અને ધ્યાન શરૂ કર્યું : ૐ હ્રીં નમો ના શે' આ મંત્રનો જાપ શરૂ કર્યો. ધ્યાન શ્વેતવર્ણમાં કરવાનું હતું.
જાપ-ધ્યાન પૂર્ણ થયા પછી મેં એમના પર સ્નાત્રજળ છાંટ્યું. આજે તેમણે પણ સ્નાત્રજળ મારા પર છાંટ્યું અને લલિતા પર પણ છાંટ્યું. તેઓ અતિ પ્રફુલ્લિત હતા.
અમે લલિતાને ઘર સોંપી ઋષભપ્રાસાદમાં ગયાં. ત્યાં દર્શન-પૂજન કરી, પૌષધશાળામાં ગયાં. ગુરુદેવને વંદના કરી યોગ્ય આસને બેઠાં. ગુરુદેવે ગંભીર સ્વરે “જ્ઞાનપદ'નું વર્ણન કરવાનો પ્રારંભ કર્યો :
હે પુણ્યશાલિની! સિદ્ધચક્ર-મહાયંત્ર એવું અદ્ભુત યંત્ર છે, ચક્ર છે કે જે ચક્ર દ્વારા મનુષ્ય પોતાના કર્મચક્રને ભેદી શકે છે. કર્મચક્રના આરા આઠ હોય છે, સિદ્ધચક્રના આરા નવ છે! કર્મચક્ર આઠ કર્મોનું છે, સિદ્ધચક્ર નવ પદોનું છે.'
માણા
૧૫
For Private And Personal Use Only