________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાનમાં તારી માલકૌંસી વાણી સંભળાય છે. રાત પૂરી થતાં ઝાકળથી ધોવાયેલાં પ્રથમ પ્રભાતે તારા કરુણાભર્યા કિરણોમાં હું મારાં બારણાં ઉઘાડાં પામીશ.
તારું ભુવનવ્યાપી આસન મારા હૃદયમાં બિછાવ! રાતના તારા, દિવસનો રવિ, અંધકાર અને પ્રકાશની બધી શોભા, આકાશને ભરી દેતી તારી બધી વાણી લાવીને મારા હૃદયમાં રેલાવ!
તારી ભુવનવીણાના સકલ સૂરથી મારા હૃદય અને પ્રાણને ભરી દે ને પ્રભુ!
દુઃખ-સુખનો બધો હર્ષ, ફૂલોનો સ્પર્શ, આંધીનો સ્પર્શ... તારી કરુણ શુભ ઉદાર હાથ... મારા હૃદયમાં લાવી દે ને! હે મારા સખા, તારાં દર્શન પામ્યા વિના એકલાં એકલાં મારા દિવસ જતા નથી.
અમે ત્રણેય આનંદવિભોર બન્યાં. લલિતા મને ભેટીને એના ઘરે ચાલી ગઈ. અમે બે અમારા ખંડમાં ચાલ્યાં ગયાં. તેમણે મને કહ્યું : “તમે અને લલિતા બહાર ગયાં હતાં ત્યારે નગરશ્રેષ્ઠી અહીં આવેલા. “રાજ કુમારી ક્યાં છે?' તેમણે મને જ પૂછ્યું. મેં તેમને કહ્યું કે તેઓ બહાર ગયાં છે. એક ઘડી પછી આવશે. આપ અહીં બિરાજો.” તેઓની નજર મયણાના કુષ્ઠરોગી પતિને શોધતી હતી. મારે મારી ઓળખાણ આપવી ન હતી. તેઓ થોડી વાર બેઠા અને કહ્યું : “હું ફરીથી આવીશ. તમે રાજકુમારીને કહી દેજો. બીજું તો કોઈ કામ ન હતું. એમને મારા આ ઘરમાં કોઈ તકલીફ નથી ને, એટલું જ પૂછવું હતું.'
સારું કર્યું આપે, આપની ઓળખાણ ન આપી. આપ નીરોગી બની ગયા છો, આ વાત જાહેર કરવાની નથી.”
અમે એક પ્રહર સુધી નવપદોની વાતો કરી અને પછી સૂઈ ગયાં.
સાતમા દિવસની સવારે નિત્યક્રમ મુજબ અમે પરમાત્માની પૂજા કરી અને સિદ્ધચક્ર-મહાયંત્રની પૂજા કરી. પછી ચૈત્યવંદન કર્યું. આજે “જ્ઞાનપદ'ની વિશિષ્ટ આરાધના કરી હતી. સ્તવના પણ જ્ઞાનપદની જ કરી :
૨૧૪
માણા
For Private And Personal Use Only