________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિદુષી છું! મંત્રીકન્યા એને લઈને આવી છે. તું એનું સ્વાગત કર! કેવળ લુખ્ખા સ્વાગતથી નહીં ચાલે, ભાઈ! તારા ભાગમાંથી અરધું ગરમગરમ દૂધ આજ તારે એને આપવું પડશે! આપીશ ને?' એણે વાછરડાના કાન પાસે માં રાખીને એને પૂછ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાછરડાએ પણ એની બોર જેવડી મોટી મોટી આંખો મારી સામે ટગટગાવીને કાન ઊંચા કર્યા. પૂંછડાના કોમળ કેશ ઊંચા કરી એણે લાડથી ઝટકો માર્યો અને તેણે મોટેથી હું...' કહી હોંકારો દીધો. જાણે કે એ સંન્યાસીની ભાષા સમજતો હોય તેમ! એણે જાણે સંમતિ આપી. સંન્યાસી એના ભાંભરડાથી ખુશ થઈ ગયો. એણે એના કપાળ પરની નાજુક રુવાંટી પર પોતાની લાંબી આંગળી પસવારી. હું એ બંનેને મુગ્ધપણે જોતી જ રહી! મને એ બંને ચૈતન્યતત્ત્વનાં આકર્ષક રૂપ લાગ્યાં. ઘડીભર મને થયું કે હું જો ઋષિકન્યા હોત તો મારું જીવન પણ આવું જ હોત ને!
એની પર્ણકુટીમાં ઘાસના આસન પર અમે બેઠાં. મેં અને લલિતાએ સંન્યાસીને પ્રણામ કર્યાં મેં પ્રશ્ન કર્યો :
‘હે ત્યાગીપુરુષ, જીવનનો શ્રેષ્ઠતમ્ આનંદ કયો છે, એ જાણવાની મારી તીવ્ર ઇચ્છા છે. શું મનનો આનંદ જ અંતિમ છે?'
નીચી દૃષ્ટિ અને મધુર વાણી... ગંભીર ધ્વનિ!
‘રાજકુમારી, મનનો આનંદ અંતિમ નથી. અંતિમ આનંદ તો આત્માનો છે! એ જ શ્રેષ્ઠ અને અખંડ આનંદ છે.'
માણા
આ જગતમાં આપણે શા માટે આવ્યા છીએ? ક્યાં જવાના છીએ? આ ચરાચર વિશ્વમાં કયા તાંતણે બંધાયા છીએ? આશ્રમની આ ગાયોનાં સુંદર વાછરડાં શા માટે નાચેકૂદે છે? એક જ દિવસનું જીવન જીવતાં ફૂલો વેલ પર વાયુલહરીની સાથે હસતાં હસતાં કેમ ડોલે છે? મેઘ શા માટે ગર્જે છે? વાયુ શા માટે વહે છે? વરસાદ શા માટે વરસે છે? સમસ્ત જગતના કણકણ ચેતનાનાં પ્રણયગીત ગાતાં ગાતાં અવિરતપણે કઈ રીતે ગતિમાન રહી શકે છે? આ વિશાળ જીવસૃષ્ટિ... વિવિધ જીવન...વિવિધ જીવનરસ... આ બધું જાણવા માટે, આ બધું જોવા માટે એક અદ્ભુત નેત્ર આપણી ભીતરમાં છે. એનું નામ આત્મા છે!
આ નેત્ર જ્યારે ખુલી જાય ત્યારે તમામ સમસ્યા દૂર થઈ જાય છે. આખું વિશ્વ હાથની હથેળીમાં દેખાય છે! મહાભયાનક લાગતાં વિનાશનું દુ:ખ
For Private And Personal Use Only
૨૧૧