________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
30 જે
અમે પૌષધશાળાથી ઘેર આવ્યાં. લલિતા દ્વાર પર જ ઊભી હતી. તેણે સસ્મિત વદને અમને આવકાર્યા, જાણે કે ધર એનું હોય!
રાણા અમારા ખંડમાં ગયા. લલિતાએ મારો હાથ પકડીને ઊભી રાખી અને કાનમાં બોલી : “આપણે બહાર જવાનું છે. એકાદ ઘડીમાં પાછાં આવી જઈશું!' પણ ક્યાં જવાનું છે?' હું લઈ જાઉં ત્યાં!”
ક્યાં લઈ જઈશ?” જંગલમાં. અહીંથી થોડે દૂર...” મેં રાણાને કહ્યું : “અમે જરા બહાર જઈ આવીએ છીએ. તમે વિશ્રામ
કરો.”
અમે બે જંગલની કેડીએ ચાલ્યાં. લલિતા બોલી : “એક યુવાન સંન્યાસી એક પર્ણકુટી બાંધીને રહેલો છે! પિતાજી (મહામંત્રી સોમદેવ) પાસે આવેલો. ભગવાન ઋષભદેવનો ભક્ત છે! છે ભગવાં વસ્ત્રધારી! મળવા જેવો છે. યુવાની છે પણ નિર્વિકાર છે! રૂપવાન છે પણ સંયમી છે. પિતાજી પ્રશંસા કરતા હતા. એટલે મને થયું કે તને દર્શન કરાવી દઉં!”
અમે પર્ણકુટી પાસે પહોંચી ગયાં. સંન્યાસી એક નાના બાળકની જેમ આઠ દિવસ પહેલાં જન્મેલા એક સુંદર નવજાત વાછરડા સાથે તોતડી ભાષામાં વાતો કરવામાં મગ્ન હતો. વાતો કરતાં કરતાં એ વાછરડાનું ભરાવદાર પૂંછડું પોતાના સ્વચ્છ ગાલ પર ફેરવી લેતો હતો! અમને જોઈને એણે ગંભીરપણે પેલા વાછરડાને કહ્યું : “વૃષભપુત્ર, આપણે ત્યાં કોણ આવ્યું છે એ તું જાણે છે? સિદ્ધાંતનિષ્ઠા ખાતર પિતા-રાજા સાથે સંઘર્ષ કરનાર અને પિતાએ જેને એક આરણ્યક કુષ્ઠરોગી સાથે પરણાવી છે તે રાજકુમારી મયણાસુંદરી છે! આચાર્ય મુનિચન્દ્રસૂરિની માનીતી શિષ્યા છે!
૨૧૦
માણા
For Private And Personal Use Only