________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ ત્યારે લાગતું નથી. મિથ્યા આનંદ પણ નામશેષ થઈ જાય છે. પછી રહે છે. માત્ર પ્રકાશ! માત્ર આનંદ! આત્માનંદ એ જ સર્વશ્રેષ્ઠ આનંદ છે.
સંન્યાસીએ પોતાની વિશાળ આંખો મીંચી દીધી. તેમના મુખમાં “ૐ નમો ઢષમવેવાય ની પ્રાર્થના સરી. પ્રાર્થનાનો ધીરગંભીર ધ્વનિ પર્ણકુટીના પ્રાંગણમાં જંગલમાં ગુંજી ઊઠ્યો.
અમે ઊભા થયાં. સંન્યાસીએ અભયમુદ્રાથી આશીર્વાદ આપ્યા અને અમે ઝડપથી ઘર તરફ ચાલી નીકળ્યાં.
‘લલિતા, ખરેખર આનંદ મળ્યો. તું મને યોગ્ય સ્થાને લઈ ગઈ હતી. સંન્યાસી જ્ઞાની છે, અનુભવી છે. મારી સમજ મુજબ ભગવાન ષભદેવના સમયમાં જે કચ્છ-મહાકચ્છ વગેરે રાજાઓ દીક્ષા લીધા પછી અરણ્યવાસી બની ગયા હતા અને ભગવાન ઋષભદેવને જ ભજતા હતા, તે પરંપરામાં આ સંન્યાસી હો જોઈએ.'
અમે ઘેર પહોંચ્યાં. આયંબિલ કરવાનો સમય થઈ ગયો હતો. આજે ચોખાનું આયંબિલ કરવાનું હતું. લલિતાએ ચોખાની ત્રણ-ચાર વાનગીઓ બનાવી હતી. અમે આયંબિલ કરી લીધું. રાણાએ વામકુક્ષિ કરી. હું અને લલિતા પૂજાખંડમાં ગયાં. મેં લલિતાને કહ્યું :
સખી! આજે તો અત્યારે પ્રભુભક્તિ કરીએ!” અમે ત્રણ ખમાસમણ દીધાં અને સ્તવના શરૂ કરી :
છોને કોઈ માન ન દેજે મોંધું કોઈ દાન ન દેજે ઊંચું કોઈ સ્થાન ન દેજે માગું તો માગું કેવળ હે વીતરાગી! ગુંજે ઉર ગાયન શ્રદ્ધાનું.. તેને ના થંભાવી દેજે... છોને૦ છોને ભાગ્યે જ મારા હોય ચાંદની રાતો, નવી કો, “સૃષ્ટિ માંહી વહેતી બધી પ્રેમ-બિછાતો, હૈયાબાળ ઘોર ઉનાળો વરસે આતમ કાળો
૨૧૨
મયણ
For Private And Personal Use Only