________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધું ત્યજીને તારો સ્વીકાર કરીશ. માત્ર તારા જીવનમાં જ નહીં, માત્ર સંગીતરવમાં જ નહીં, માત્ર નિર્જન ધ્યાનના આસન પર જ નહીં, પણ જ્યાં તારો સંસાર જાગ્રત રહે છે ત્યાં કર્મથી તારો સ્વીકાર કરીશ. પ્રિયઅપ્રિયમાં તને હૃદયથી વરીશ. અજ્ઞાતરૂપે તારો સ્વીકાર કરીશ. જ્ઞાતરૂપે હે નાથ, તને હૃદયથી વરીશ. માત્ર જીવનના સુખમાં જ નહીં, માત્ર હસતા મુખમાં જ નહીં, માત્ર સારા દિવસોના સહજ સુયોગમાં જ નહીં, પણ દુઃખશોક જ્યાં અંધારું કરી નાંખે છે, ત્યાં નમ્ર બનીને તારો સ્વીકાર કરીશ. આંખના આંસુ વડે તને હૃદયથી વરી છું!'
શ્રદ્ધાભાવનાં કુસુમ ચઢાવીને અમે “ૐ &નમો ' મંત્રનો જાપ અને ધ્યાન શરૂ કરી દીધાં. એક ઘડી સુધી જાપ-ધ્યાન કરીને, પછી સ્નાત્રજળ મેં રાજાના શરીરે છાંટ્યું. તેમના રોમરોમ ખીલી ઊઠડ્યાં. તેઓ બે હાથ જોડીને પ્રભુની સમક્ષ બેસી ગયા. તેમના કંથી એક ગીત સરી પડ્યું:
મારી શ્રદ્ધા હો તવ ચરણે તવ સ્મૃતિ રહે મુજ મરણે ભલે ને આવે ઝંઝાવાતો રહું હું જિનવર-ચરણે... મારી શ્રદ્ધાસુમન સ્વીકારો જિનવર, કરો ભક્તિસભર મમ અંતર. રહો હૃદયમાં આપ નિરંતર નહિતર ડૂબું ભવમાં ભયંકર... મારી0 ન ચાહું દોલત કે ન ચાહું માન ન માગું સુખ કે ન ચાહું દાન. માગું ઝઝૂમવાની હામ પહોંચવા મુક્તિ કેરા ધામ... મારી0 સર્વજ્ઞ દેવ ને સદ્ગુરુ પામું સર્વજ્ઞભાષિત ધર્મને કામું બસ, ભવને પાર જવું છે જ્યોતમાં જ્યોતને ભળવું છે!
૨૦૬
માણા
For Private And Personal Use Only