________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવારે અમે વહેલા જાગી ગયાં. મેં એમને કહ્યું : “નાથ, અત્યારે મન સ્વસ્થ હોય તો આપણે પાંચ પદોનું ધ્યાન કરીએ. આજે દર્શન-પદનું પૂજન કરવાનું છે એટલે પછી તો પૂજનઅર્ચન અને ધ્યાન-જાપ દર્શનપદનાં કરવાનાં છે. અત્યારે બે ઘડીનો સમય છે, તો પાંચ પદનું ધ્યાન કરી લઈએ. પહેલાં અરિહંતપદનું શ્વેત રંગમાં ધ્યાન કરવાનું છે. પછી સિદ્ધપદનું લાલ રંગમાં ધ્યાન કરવાનું છે. ત્યાર બાદ આચાર્યપદનું પીળા રંગમાં ધ્યાન કરવાનું. તે પછી ઉપાધ્યાયપદનું લીલા રંગમાં ધ્યાન કરવાનું અને પાંચમા સાધુપદનું કાળા રંગમાં ધ્યાન કરવાનું છે.
અમે બંને જમીન પર જ આસન પાથરીને પદ્માસને બેસી ધ્યાન લગાવ્યું. બે ઘડી સુધી અમારું ધ્યાન કોઈ વિઘ્ન વિના પૂર્ણ થયું અને લલિતાએ ઘરનો દરવાજો ખખડાવ્યો.
તેઓ બોલ્યા : “દેવી, આજે ધ્યાનમાં મારું મન લીન થઈ ગયું. હૃદયમાં રોમાંચ અનુભવ્યો. ધ્યાન પૂર્ણ થતાં એક દિવ્ય પ્રકાશનો લિસોટો આકાશમાંથી ઉતરી આવ્યો... ને તેમાંથી એક દિવ્ય સ્ત્રી-આકૃતિએ મારા પર અભય મુદ્રામાં હાથ મૂક્યો! બે ક્ષણ... ચાર ક્ષણ... અને બધું અદૃશ્ય થઈ ગયું!”
મેં તેમને કહ્યું : “હે પ્રીતમ! આપના ઉપર શ્રી સિદ્ધચક્રમહાયંત્રની અધિષ્ઠાયિકા દેવી ચકેશ્વરીની કપા થઈ છે. એ દિવ્ય સ્ત્રી-આકૃતિ બીજી કોઈ નહીં, દેવી ચકેશ્વરી જ હોવાં જોઈએ. બહુ જ ઉત્તમ સંક્ત પ્રાપ્ત થયો!'
પછી અમે નિત્ય ક્રમ મુજબ પરવારીને પૂજાખંડમાં ગયાં, પૂજાની બધી જ પૂર્વતૈયારી લલિતાએ કરી દીધી હતી. અમે બંનેએ અષ્ટપ્રકારી પૂજા કરી. સિદ્ધચક્ર-મહાયંત્રમાં વિશેષરૂપે “દર્શનપદ'ની પૂજા કરી. ત્યાર પછી ભાવપૂજામાં પ્રવેશ કર્યો. આજે શ્રદ્ધાની વીણા રણઝણી હતી... મેં ગદ્યગીત શરૂ કર્યું :
પ્રભુ! બધાની વચ્ચે તારો સ્વીકાર કરું છું. બધાંની વચ્ચે તને હૃદયથી વરી છું. માત્ર મારા મનમાં જ નહીં, મારા ઘરના ખૂણામાં જ નહીં, મારી કોઈ રચનામાં જ નહીં, તારો મહિમા જ્યાં ઉજ્વલ રહે તે બધાની વચ્ચે તારો સ્વીકાર કરીશ, ઘુલોકમાં અને ભૂલોકમાં હું તને જ હૃદયથી વરીશ.
માણસા
૨૦૫
For Private And Personal Use Only