________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે પરમાત્મા મંદિરે પૂજન- દર્શન કરી ગુરુદેવ પાસે પહોંચી ગયાં. વંદના કરી યોગ્ય સ્થાને બેસી ગયાં. આજે ગુરુદેવ અમને “દર્શનપદ” સમજાવવાના હતા. તેઓએ વિવેચના શરૂ કરતાં કહ્યું : “આજે હે મહાનુભાવ! તમને “સમ્યગુદર્શનપદનું સ્વરૂપ અને મહિમા સમજાવીશ.
સમ્યગુદર્શન કહો, સમકિત કહો, સમ્યત્વ કહો, બધા સમાન અર્થવાળા શબ્દો છે. સમ્યગદર્શન એટલે દેવ-ગુરુ-ધર્મ ઉપરની શ્રદ્ધા “અરિહંત મારા પરમાત્મા, સુસાધુ મારા ગુરુ અને સર્વજ્ઞભાષિત તત્ત્વો, તે મારો ધર્મ.” આવી શ્રદ્ધા તે સમ્યગુદર્શનની પ્રાથમિક ભૂમિકા છે. ભલે, આ ત્રણ તત્ત્વોનું સ્વરૂપ ન જાણતા હોય, છતાં શ્રદ્ધા થઈ શકે. આવી શ્રદ્ધાનું મહત્ત્વ પણ ઘણું હોય છે. આવો શ્રદ્ધાભાવ આત્માનું ઉત્થાન કરતો હોય છે.
આવું સમ્યગદર્શન કેટલાક જીવોને જન્મથી જ હોય. તેમને સહજભાવે દેવ-ગુરુ-ધર્મ ગમે અને શ્રદ્ધા થાય.
કેટલાક જીવો એવા હોય કે સગુરુનો સંપર્ક થાય, પરિચય થાય, શ્રદ્ધાવાન સાધર્મિકોનો પરિચય થાય અને સમ્યગદર્શન પ્રગટ થાય.
કેટલાક આત્માઓને જાતિસ્મરણશાનથી શ્રદ્ધાભાવ પ્રગટે. કોઈ વખતે પૂર્વજન્મ યાદ આવી જાય, પૂર્વજન્મમાં આરાધેલા પરમાત્માની, સદૂગુરુની અને ધર્મની સ્મૃતિ થઈ આવે! અને આ જન્મમાં જીવાત્માને સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ જાય,
આ સમ્યગ્દર્શનના જુદીજુદી અપેક્ષાઓથી ઘણા પ્રકારો છે. તે સમજવા માટે તો વ્યવસ્થિત અધ્યયન કરવું પડે. હે રાજા! તમને આ બધું મયણા સમજાવી શકશે. એણે અધ્યયન કરેલું છે.
આવું સમ્યગુદર્શન આપણામાં પ્રગટ્યું છે કે કેમ, તેનો તમે સ્વયં નિર્ણય કરી શકો છો! તે માટે પાંચ લક્ષણ બતાવવામાં આવ્યાં છે. હા, કોઈ અવધિજ્ઞાની મહામુનિ કે કેવળજ્ઞાની તો સ્પષ્ટ રીતે કહી શકે કે તમારામાં સમકિતગુણ પ્રગટ્યો છે કે નહીં. પાંચ લક્ષણ તમને સમજાવું છું. (૧) પહેલું લક્ષણ છે આસ્તિકતા : આસ્તિકતા એટલે શ્રદ્ધા. પહેલાં મેં સમજાવ્યું એ પ્રમાણે પરમાત્મા ઉપર, સદ્ગુરુ પર અને સધર્મ ઉપર શ્રદ્ધા
મયણી
૨૦૭
For Private And Personal Use Only