________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમું મહાવ્રત અપરિગ્રહનું હોય છે. “મન-વચન-કાયાથી હું ધનધાન્યાદિનો પરિગ્રહ રાખીશ નહીં, રખાવીશ નહીં. જે રાખતા હશે તેમની અનુમોદના કરીશ નહીં.'
આ મહાવ્રતો સાધુનાં પ્રાણભૂત હોય છે. એના પાલનમાં કોઈ ભૂલ થાય, કોઈ ક્ષતિ થઈ જાય તો ગુરુદેવને કહીને એનું પ્રાયશ્ચિત્ત કરે. મનમાં પશ્ચાત્તાપ કરે.
સાધુજીવનની બીજી મહત્ત્વની આરાધના હોય છે છ પ્રકારના જીવોની રક્ષા કરવાની. અર્થાત્ એ જીવોની હિંસા ન થઈ જાય, એ જીવોને પીડા ન થાય એ રીતે જીવન જીવવાનું હોય છે! ૧. પૃથ્વીના જીવની, ૨. પાણીના જીવોની, ૩. અગ્નિના જીવોની, ૪. વાયુના જીવોની, ૫. વનસ્પતિના જીવોની અને
૬. ત્રસ (હાલતા-ચાલતા) જીવોની હિંસા વગેરે ન થઈ જાય, તેની સાધુપુરુષો પૂરેપૂરી કાળજી રાખે છે દસ પ્રકારની સાવધાની રાખે!
(૧) ઠોકર ન લાગે, (૨) ધૂળથી ઢંકાઈ ન જાય, (૩) જમીન સાથે ઘસાઈ ન જાય, (૪) પરસ્પર જીવો અથડાઈ ન જાય, (૫) એમને સ્પર્શ ન થઈ જાય, (૬) કષ્ટ ન પડી જાય, (૭) એમને ખેદ ન થાય, (૮) ભયભીત ન થઈ જાય, (૯) સ્થાનાંતર ન થાય કે (૧૦) મરી ન જાય. આટલી કાળજી રાખવાની હોય, આને “ષજીવનિકાયની યતના” કહેવાય.
વિરાધના થઈ જાય તો તત્કાલ “મિચ્છામિ દુક્કડું' આપે. અર્થાત્ “મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ!
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોના ૫૬૩ પ્રકાર થાય છે. એમની ઉપર કહ્યા મુજબ ૧૦ પ્રકારે વિરાધના થાય. રાગ-દ્વેષથી થાય, કરણ-કરાવણ -- અનુમોદનથી થાય, મન-વચન-કાયાથી થાય; ભૂતકાળ, ભવિષ્યકાળવર્તમાનકાળમાં થાય તો અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ અને પોતાના આત્માની સાક્ષીએ ‘
મિનિ કુર' કહેવાનું. કહેવાનું તાત્પર્ય એ છે કે સાધુપુરુષો સર્વે જીવોમાં ચૈતન્યનું દર્શન કરે
૨૦૧
For Private And Personal Use Only