________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ ૨૯
મારે આજે રાણાને સાધુપદની ઘણી વાતો સમજાવવાની હતી. એટલે ઘેર આવીને, વસ્ત્રપરિવર્તન કરીને અમે અમારા ખંડમાં બેસી ગયાં. હજુ આયંબિલ કરવાને વાર હતી. લલિતાને પણ મેં બોલાવી લીધી અને તત્ત્વોનું વિવરણ શરૂ કર્યું.
હે નાથ! ગુરુદેવે મને આજ્ઞા કરી છે કે જે વાતો તેઓએ માત્ર નામનિર્દેશ કરીને છોડી દીધી, તે વાતો મારે આપને સમજાવવી. એટલે સર્વપ્રથમ સાધુનાં પાંચ મહાવ્રતો સમજાવું છું.
મનુષ્ય સંસારનો ત્યાગ કરીને સાધુ બને એટલે એણે આ પાંચ મહાવ્રત ધારણ કરવાં જ પડે *
એ મહાવ્રતોમાં પહેલું મહાવ્રત અહિંસાના પાલનનું હોય છે. “હું મનવચન-કાયાથી કોઈ જીવની હિંસા કરીશ નહીં, કરાવીશ નહીં, જે કરતા હશે એની અનુમોદના કરીશ નહીં.'
બીજું મહાવ્રત સત્ય બોલવાનું હોય છે. હું મન-વચન-કાયાથી અસત્ય બોલીશ નહીં, બોલાવરાવીશ નહીં, જે બોલતા હશે એની અનુમોદના કરીશ નહીં.'
ત્રીજું મહાવ્રત ચોરીના ત્યાગનું હોય છે. હું મન-વચન-કાયાથી ચોરી કરીશ નહીં, કરાવરાવીશ નહીં; જે કરતા હશે તેની અનુમોદના કરીશ નહીં.'
ચોથું મહાવ્રત બ્રહ્મચર્યના પાલનનું હોય છે. “મન-વચન-કાયાથી અબ્રહ્મ (મથુન) સેવીશ નહીં, સેવરાવીશ નહીં, સેવનારની અનુમોદના કરીશ
* એ સમય ૨૨ તીર્થકરોનો હતો એટલે એ કાળે મહાવ્રત ચાર હતાં, પરંતુ વર્તમાનકાલીન વાચકને સંશય પેદા ન થાય એટલે પાંચ મહાવ્રત બતાવ્યાં છે. એ કાળે ચોથું ને પાંચમું મહાવ્રત એક હતું, ભેગું હતું.
માણમા
For Private And Personal Use Only