________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપૂજા પૂર્ણ કરી, શ્યામવર્ણમાં સાધુપદનો જાપ અને એનું ધ્યાન શરૂ કર્યું. 'ॐ ह्रीं श्री सर्वसाधुभ्यो नमः स्वाहा ।'
આજે બે ઘડી સુધી અમે જાપ-ધ્યાન કર્યું. તે પછી તેમના દેહ પર સ્નાત્રજલનો છંટકાવ કર્યો. તેઓ ભાવવિભોર બની “શ્રી સિદ્ધવ તવ8 નમામિ' ગાવા લાગ્યા. વારંવાર ગાવા લાગ્યા. ઊભા થઈને નાચવા લાગ્યા. એમને નાચતા જોઈને મારા પગમાં ધ્રુજારી વ્યાપી ગઈ અને નૃત્ય શરૂ થઈ ગયું. ઘણા દિવસો... મહિનાઓ પછી હું નૃત્ય કરી રહી હતી. સાજ ન હતા; સાજીંદા ન હતા... છતાં જાણે કોઈ અદશ્ય તાલ મને સંભળાઈ રહ્યો હતો... ને હું નાચી રહી હતી. તેઓ બેસી ગયા હતા. આંખો બંધ કરી ધ્યાનમગ્ન બન્યા હતા.
આર્જ અમે થોડાં મોડા પડ્યાં હતાં. પૂજ્ય ગુરુદેવ અમારી પ્રતીક્ષા કરી રહ્યા હતા. અમે વંદન કરી મોડા પડવાનું કારણ બતાવ્યું. ગુરુદેવના મુખ પર પ્રસન્નતા પથરાઈ. તેઓ બોલ્યા :
કલ્યાણી! નૃત્યપૂજા તો શ્રેષ્ઠ પૂજા છે! એમાં આત્મા પરમાત્મામય બની શકે છે. તે આજે ઉત્તમ પૂજા કરી.”
પ્રભો! આજે પહેલાં તો તેઓ નાચી ઊઠ્યા હતા! એમને નાચતા જોઈને મારું નૃત્ય શરૂ થઈ ગયું હતું
ગુરુદેવે રાણાની પૂજાની ઉપબૃહણા કરી. ગુરુદેવે સાધુપદની વિવેચના શરૂ કરી.
આજે સાધુપદની આરાધના કરવાની છે. તે માટે સાધુનું બાહ્ય-આંતરિક સ્વરૂપ જાણવું જોઈએ. વિશેષ રૂપે આજે સાધુનું શ્યામરંગમાં ધ્યાન કરવાનું છે. તે માટે સાધુનું વાસ્તવિક કલ્પનાચિત્ર એમના ર૭ ગુણોના માધ્યમથી માનસપટ પર અંકિત કરવું જોઈએ.'
પહેલાં તમને સાધુના ૨૭ ગુણો બતાવી દઉં. તેઓજ પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. આ છ કાયના જીવોની રક્ષા કરે છે.
પાંચ ઇન્દ્રિયો પર વિજય વરે છે. આ રાત્રિભોજન નથી કરતા. - લોભ નથી રાખતા.
મિયાણા
For Private And Personal Use Only