________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ હોવા જોઈએ. હે નાથ, તમે ધન્ય બની ગયા. તેમને વિમલેશ્વર દેવનો જીવનપર્યતનો સાથ મળી ગયો! આપ નિર્ભય ને નિશ્ચિત બની ગયા!
‘દેવી, શ્રી સિદ્ધચક્રજી મળ્યા પછી જેમ મારું તન નીરોગી બન્યું છે તેમ મારું મન પણ શાંત, નિર્ભય અને વિષાદરહિત બન્યું છે.'
રાત્રિ અમારી ધર્મધ્યાનમાં પસાર થઈ હતી. રાત્રિના છેલ્લા પ્રહરમાં જ અમે નિદ્રાધીન થયાં હતાં. સવારે લલિતા આવીને પૂજા-સેવાની બધી તૈયારી કરી રહી હતી.
આજે શ્રી સિદ્ધચક્રજીના પાંચમા સાધુપદની આરાધના કરવાની હતી. અમે પરમાત્માની અને મહાયંત્રની અષ્ટપ્રકારી પૂજા કરીને પછી ભાવસ્તવના શરૂ કરી. સાધુપદની સ્તવના કરી. મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
જાણે ગંગાનું નીર રે.. પાપો પખાળે પાપી તણાં સૌ
પહોંચાડે ભવને તીર રે... નિર્વાણયોગો સાથે સૌહામણા ભવના ભોગો સૌ લાગે બિહામણા પંચ મહાવ્રત પાળે રળિયામણા
ધારે શ્રમણનાં ચીર રે... પાપો, ઇચ્છાકારાદિ સામાચારી સાચવે, ક્રોધાદિ દોષો તેમને ના પાલવે સાવદ્ય ભાષા સ્વને ય ના'વે..
કષ્ટો સહે થઈ ધીર રે... પાપો૦ અંતસિંહાસને ગુરુને પધરાવે, આજ્ઞા ગુરુની દિલમાં ધરાવે, સ્વાધ્યાય-ધ્યાને મનને ડોલાવે
જીવે જીવન થઈ વીર રે.. પાપો, ત્યાગી તપસ્વી યોગી અણગાર રે ભિક્ષુ-શ્રમણ-ઋષિ તરતા સંસાર રે, જિનવર-શાસનના મોંઘા શણગાર રે...
ગાવું બની સનૂર રે.. પાપો, માણા
૧૯૫
For Private And Personal Use Only