________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું અને લલિતા એમની પાસે જઈને ઊભાં રહ્યાં. તેઓ સસ્મિત બોલ્યા : તમે બેસો. આજે મને એક ખૂબ સારું સ્વપ્ન આવ્યું! તમને સંભળાવું છું.” અમે બંને નીચે જમીન પર બેસી ગયાં. તેમણે સ્વપ્નકથન શરૂ કર્યું :
સ્વપ્નમાં મેં જોયું તો જંગલની કેડી પર હું અને એક દિવ્ય પુરુષ સાથે ચાલી રહ્યા છીએ. અચાનક આકાશમાંથી એક તેજલિસોટો આવે છે. તેના પ્રકાશમાં મારા જીવનના પ્રસંગો અને બની રહેલી ઘટનાઓ સાકાર થયાં. પછી મેં કેડી પર પાછા ફરીને જોયું તો બે જણનાં પગલાંનાં નિશાન રેતી પર અંકિત હતાં. ત્યાર પછી અનેક દશ્યો માનસપટ પર સરકવા લાગ્યાં.
જ્યારે જિંદગીના અંતિમ પ્રસંગનું ચિત્ર પૂરું થયું ત્યારે મેં રેતીમાં પડેલાં પગલાં પર નજર નાંખી તો એક તફાવત દેખાયો. મારી જિંદગીના કેટલાક ચોક્કસ મુકામે પગલાંના નિશાનની હારમાળા એકસરખી ન હતી. ક્યારેક એક જ હાર દેખાતી હતી. સાથે સાથે મેં જોયું તો મારા જીવનના વસમાં, વિપરીત, વિમાસણભર્યા, દુઃખદ અને કપરા કાળ વખતે એક જ વ્યક્તિનાં - એટલે કે મારાં જ પગલાં દેખાતાં હતાં. આ જાણીને હું તો દુઃખી-દુઃખી થઈ ગયો. અને એ દિવ્યપુરુષને આક્રોશ કરી કહેવા લાગ્યો : “હે દિવ્યપુરુષ! તેં મને વચન આપ્યું હતું કે હું જો તને એકલાને જ અનુસરવાનું નક્કી કરું તો પછી દરેક વખતે તું મારી સાથે જ હોઈશ. પરંતુ આજે મને તારી વાતમાં વિશ્વાસ ન રહ્યો. કારણ કે મારા જીવનના ખૂબ જ ખરાબ સમયે હું એકલો અને અટૂલો હતો. રેતી પરનાં પગલાંનાં નિશાન એની સાબિતી છે. મને સમજાતું નથી કે જે વખતે મને તારી હાજરીની હજાર વાર જરૂર હતી ત્યારે તું મને તરછોડીને કેમ જતો રહ્યો?”
એ દિવ્ય પુરુષે શાંતિથી ને સ્વસ્થતાથી જવાબ આપ્યો કે “વત્સ! મારા મહામૂલા બાળક! હું તને ચાહું છું એટલે ક્યારે ય તને છોડીશ નહીં. તારા તાપના અને તાવણીના સમયમાં તને એક જ વ્યક્તિનાં પગલાં દેખાયાં, કારણ કે એ સમયે મેં તને ઊંચકી લીધો હતો!'
હું બોલી : “અદૂભુત સ્વપ્ન છે, મારા નાથ!' લલિતા બોલી : “કોઈ દેવની કૃપા થઈ આપના પર!' અને મારા મનમાં ફુરણા થઈ : “એ દિવ્ય પુરુષ, શ્રી સિદ્ધચક્ર-મહાયંત્રના અધિષ્ઠાયક શ્રી વિમલેશ્વર દેવ
અયા
For Private And Personal Use Only