________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ક્ષમાશીલ રહે છે. ક ચિત્ત નિર્મળ રાખે છે.
વસ્ત્ર-પાત્રની વિશુદ્ધ રીતે પ્રતિલેખના કરે છે. * સંયમયોગોમાં પ્રવૃત્ત રહે છે.
અશુભ મનોયોગ, વચનયોગ, કાયયોગના ત્યાગી હોય છે. ૨૨ પરિષદોને સહન કરે છે. સમતાભાવે ઉપસર્ગો સહન કરે છે, હે મહાનુભાવ! ગુરુદેવે રાણાને કહ્યું : સાધુના આ બધા ગુણોનું વિસ્તૃત વર્ણન કરીને મયણા તમને સમજાવશે. સાધુજીવનની આરાધનાનું આ વિશાળ ક્ષેત્ર છે. આ આરાધના દ્વારા સાધુ પોતાના આત્માને નિર્મળ કરતા રહે છે.
હવે સાધુની બીજી રીતે સત્તર પ્રકારના સંયમની આરાધના પણ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલી છે. તેઓ
પાંચ આશ્રવોથી વિરામ પામેલા હોય છે. પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારા હોય છે.
ચાર કષાયો પર વિજય મેળવવા પ્રયત્ન કરે છે. * મન-વચન-કાયાના અશુભ યોગોથી વિરત હોય છે.
પૂજ્ય ગુરુદેવે મને કહ્યું : “હે ભદ્ર! તું રાજાને આશ્રવો, ઇન્દ્રિયો, કષાયો, મન-વચન-કાયાના યોગો વગેરે સમજાવજે.”
અવશ્ય સમજાવીશ, ગુરુદેવ.” હાથ જોડીને આજ્ઞા સ્વીકારી. ગુરુદેવે આગળ વિવેચન કરતાં કહ્યું :
હવે સાધુની સાત પ્રકારની વિશેષતાઓ બતાવું છું કે જેને સાધુ વિશેષ રૂપે પાળે છે.
પહેલી વાત છે -વિષયવિરાગની, સાધુ પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ વિરક્ત હોય, એને રાગ ન હોય.
બીજી વાત છે-સાધુ લોકસંજ્ઞાના ત્યાગી હોય. અર્થાત્ દુનિયાના લોકોને ખુશ કરવાની ઇચ્છા ન રાખે કે પ્રવૃત્તિ ન કરે. તેઓ તો મોક્ષમાર્ગને જ અનુસરે.
ત્રીજી વાત છે-ક્ષમાદિ દશવિધ ધર્મના પાલનની. સાધુ ક્ષમા, નમ્રતા, સરળતા આદિ ૧૦ ગુણોને આત્મસાત્ કરતા જીવે. તેઓ માન-અપમાનને
મયમા
૧૯૭
For Private And Personal Use Only