________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. તેઓ ધ્યાનમાં લીન હોય છે. ૪. કર્મનાશ કરવામાં ઉદ્યમી હોય છે. ૫. તેઓ આચાર્ય પદને યોગ્ય હોય છે. આ એમની પાંચ વિશિષ્ટતાઓ હોય છે. માટે તેઓ ગોરવાહ હોય છે, ઉપાધ્યાયની એક બહુ મહત્ત્વની વાત છે! તેઓ જ્ઞાનદાન આપતાં જરાય કંટાળતા નથી; જરાય થાકતા નથી! તેઓનું જીવન પ્રમાદ વિનાનું હોય છે. ભાવકરુણાથી ભરેલા એ મહાપુરુષ સરૈવ સુયોગ્ય શિષ્યોને જ્ઞાનામૃત પિવડાવતા રહે છે. ભલે ને જિજ્ઞાસુ શિષ્ય રાત્રે બાર બે વાગે જઈને એમને પ્રશન પૂછે! પ્રેમથી ને ભરપૂર વાત્સલ્યથી જવાબ આપે છે! આવા ઉપાધ્યાયનું ધ્યાન કરવાનું છે.
બીજી વાત ઉપાધ્યાયના પાપમુક્ત હોવાની છે. તેઓ તો પાપમુક્ત હોય જ છે, પરંતુ એમના ચરણ-શરણે રહેનારા જીવાત્માઓ પણ પાપમુક્ત બને છે. આ રીતે, ઉપાધ્યાય પાપોનું પરિમાર્જન કરીને શિષ્યોને નિર્મળ-વિમલ બનાવે છે.
ત્રીજી વાત ધ્યાની હોવાની છે. જ્ઞાની પુરુષ ધ્યાની બની શકે. જ્ઞાન વિના ધ્યાન ન થઈ શકે. ન થઈ શકે ધર્મધ્યાન કે ન થઈ શકે શુક્લધ્યાન. ઉપાધ્યાયો ધર્મધ્યાન તો કરે જ, સાથે સાથે વિશિષ્ટ પ્રકારનાં આત્મધ્યાન પણ કરતા હોય છે. ક્યારેક જિનવચનનું રહસ્ય પામવા ધ્યાનમાં લીન બની રહસ્ય મેળવે છે.
ધ્યાનને અગ્નિ કહેવામાં આવ્યો છે. ધ્યાનના અગ્નિમાં અનંત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. ઉપાધ્યાય આ રીતે વિપુલ કર્મક્ષય કરી આત્મભાવને નિર્મળ કરે છે. ધ્યાનની આરાધના એક વિશિષ્ટ કોટિની આરાધના છે.
ચોથી વાત આચાર્યપદ પામવાની યોગ્યતાની છે. આવા ઉપાધ્યાય આચાર્ય પદને યોગ્ય બને છે માટે તેમને યુવરાજ કહેવામાં આવ્યા છે. આચાર્ય પદ માટે જેવી તેવી યોગ્યતા કામ ન લાગે. જિનશાસનમાં આચાર્યનું સ્થાન સર્વોપરી છે. “તિસ્થર સમો સૂર – આચાર્ય તીર્થંકર સમાન હોય છે. તીર્થંકરદેવના અભાવમાં આચાર્યને તીર્થંકરરૂપ માનવાના છે! પણ એ સામાન્ય આચાર્ય નહીં, ભાવ-આચાર્યને માનવાના. મહાન પુણ્યશાળી હોય તેમને માનવાના. જે તે આચાર્ય તીર્થકર સમાન ન કહેવાય.
હવે ઉપાધ્યાયની ઓળખ સ્થવિરરૂપે કરીએ.
૧૯૦
માણા
For Private And Personal Use Only