________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનશાસનમાં ત્રણ પ્રકારના સ્થવિર હોય છે. (૧) વયસ્થવિર : જેઓ ઉંમરમાં મોટા હોય, વૃદ્ધ હોય. (૨) પર્યાયસ્થવિર : જેઓ શ્રમણપર્યાયમાં મોટા હોય. (૩) જ્ઞાનસ્થવિર વિશિષ્ટ જ્ઞાની હોય. આ વયસ્થવિર પર્યાયસ્થવિરને અને જ્ઞાનસ્થવિરને વંદન કરે. જો જ્ઞાનસ્થવિર
પર્યાયસ્થવિર પણ હોય તો. જ્ઞાનસ્થવિર દીક્ષાપર્યાયમાં નાના હોય, છતાંય પર્યાયમાં મોટા મુનિ, એમને વંદન કરે. જ્યારે જ્ઞાનસ્થવિર પાસેથી જ્ઞાન લેવાનું હોય ત્યારે જ વંદન કરે. જ્ઞાનવિરનું જિનશાસનમાં અદ્વિતીય સ્થાન છે.
આવા ઉપાધ્યાયનું આજે ધ્યાન કરવાનું છે. “અષ્ટદલ કમલ”ની કલ્પના કરો. કર્ણિકાની નીચેની પાંખડીમાં ઉપાધ્યાયની આકૃતિ જુઓ. લીલાછમ વર્ણમાં એમને જુઓ. ૐ શ્રી ન ૩વાયાvi પદથી એમનો જાપ કરો.
ઉપાધ્યાયનું ભાવનિક્ષેપથી ધ્યાન કરવા, એવી કલ્પના કરો કે “ઉપાધ્યાય અનેક સુવિનીત શિષ્યોને જ્ઞાનદાન આપી રહ્યા છે. એમના મુખ પર અદ્ભુત વાત્સલ્ય, અપૂર્વ કરુણા અને પરમ પ્રસન્નતા છવાયેલાં છે. શિષ્યો અપ્રમત્ત ભાવે અંજલિ જોડીને, સંભ્રમાદિ ભાવો સાથે જ્ઞાનપ્રાપ્તિ કરી રહ્યા છે. ક્યારેક તેમના મુખ પર “અદભુત-રસ'ની રેખાઓ ઊપસી આવે છે. ક્યારેક વૈરાગ્યરસની ગંભીરતા છવાઈ જાય છે, તો ક્યારેક શાંતરસની સૌમ્યતા મુખ પર તરવરે છે!”
બસ, આ દૃશ્ય, આંખો બંધ કરીને જોયા કરો અને જાપ કરતા રહો. “હે વિદુષી! શ્રી ઉપાધ્યાયના જાપ અને એના ધ્વનિના પ્રભાવથી મનુષ્ય નીરોગિતા પ્રાપ્ત કરે છે. પરંતુ ધ્યાન લીલા રંગમાં કરવું જોઈએ.'
ધ્યાન માટે આસન અને મુદ્રા પણ સિદ્ધ કરવાં જોઈએ. પદ્માસન, સિદ્ધાસન કે સુખાસને બેસીને જાપ-ધ્યાન કરવાનાં છે. આજે આયંબિલ પણ લીલા ધાન્યનું (મગનું) કરવાનું છે.
ઇચ્છાઓ અને વાસનાઓથી મન મુક્ત રહેશે તો જ શ્રી સિદ્ધચક્રજીના ધ્યાનમાં તમે લીન બની શકશો.
ગુરુદેવે વિવેચન પૂર્ણ કર્યું. મેં ગુરુદેવની નિકટ જઈને લલિતા માટે આરાધના અંગે પૂછ્યું. ગુરુદેવે પૂર્ણિમાથી એને આરાધના આપવાની અનુજ્ઞા આપી.
મયણા
૧૯૧
For Private And Personal Use Only