________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘ધર્મલાભ’નો આશીર્વાદ આપ્યાં. અમે વિનયપૂર્વક અમારી જગાએ બેસી
ગયાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવ ‘ઉપાધ્યાય પદ' સમજાવવાનો પ્રારંભ કર્યો :
‘હું મહાનુભાવ, જેમ તમે અરિહંતના ૧૨ ગુણ જાણ્યા, સિદ્ધના ૮ ગુણ અને આચાર્યના ૩૬ ગુણ જાણ્યા, તેમ ઉપાધ્યાયના ૨૫ ગુણ બતાવવામાં આવ્યા છે.'
૧૧ અંગ (શાસ્ત્ર) + ૧૨ ઉપાંગ (શાસ્ત્રો) + ચરણસિત્તરી-૧ (આરાધનાની ૭૦ વાર્તા) + ૧ કરણસિત્તરી (આરાધનાની ૭૦ વાતો) - ૨૫ ગુણ.
=
અગિયાર અંગશાસ્ત્રોનાં નામ આ પ્રમાણે છે : (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશા, (૮) અન્તકૃદ્દા, (૯) અનુત્તરોપપાતિક દશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ, અને (૧૧) વિપાકસૂત્ર.
બાર ઉપાંગનાં નામ આ પ્રમાણે છે : (૧) ઔપપાતિક, (૨) રાજપ્રનીય, (૩) જીવાભિગમ, (૪) પ્રજ્ઞાપના, (૫) સૂર્યપ્રજ્ઞપ્તિ, (૬) જંબુદ્બીપ-પ્રજ્ઞપ્તિ, (૭) ચન્દ્રપ્રજ્ઞપ્તિ, (૮) કલ્પિકા, (૯) કલ્પાવતંસિકા, (૧૦) પુષ્પિકા, (૧૧) પુષ્પચૂલિકા, (૧૨) વૃષ્ણિદશા.
આ શાસ્ત્રોનાં નામ છે. ઉપાધ્યાય આ શાસ્ત્રોના જ્ઞાતા હોય.
શ્રમણોના સમુદાયમાં ઉપાધ્યાયનું સ્થાન મહત્ત્વપૂર્ણ હોય છે. આચાર્યને જો રાજાના સ્થાને સમજીએ તો ઉપાધ્યાયને યુવરાજના સ્થાને સમજવાના છે.
જિનશાસનમાં ઉપાધ્યાય પદ અતિ મહત્ત્વનું છે. કારણ કે આ શાસનમાં સમ્યગજ્ઞાનની આરાધનાને શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવેલું છે. સાધુ-સાધ્વી માટે દિનરાતના ૨૪ કલાકમાં ૧૫ કલાક જ્ઞાનારાધના માટે હોય છે. ડુ કલાક નિદ્રા માટે અને ૩ કલાક આહાર-વિહાર-નિહાર (સ્થંડિલ) માટે હોય છે.
માણા
ઉપાધ્યાયનું આદર્શ વ્યક્તિત્વ હોય છે. ભવ્ય વ્યક્તિત્વ હોય છે. શ્રમણશ્રમણી સમુદાયને નિર્મળ સમ્યગુજ્ઞાનની આરાધના કરાવવાનું મહાન કર્તવ્ય જે મહાન પુરુષના શિરે છે તે ઉપાધ્યાયના ઉત્તમ વ્યક્તિત્વને જાણો. તેઓ, ૧. અંગ-ઉપાંગ-શાસ્ત્રોને ભણાવવામાં ઉંઘત હોય છે.
૨. તેઓ પાપપરિવર્જક હોય છે.
For Private And Personal Use Only
૧૮૯