________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખેર, હવે તો એ દૂર પ્રદેશમાં ચાલી ગઈ છે...' લલિતાએ મને કહ્યું : “સખી, એક માંગણી કરું?'
એક નહીં, બે! બે નહીં, ચાર! મારી સખી, તું જે માગે તે તને આપું. મારા પ્રાણ...”
ના બા, ના, મારે તારા પ્રાણ ન જોઈએ કે તારા પ્રાણનાથ પણ ન જોઈએ! મારે જોઈએ છે તારી આરાધના! તું જે સિદ્ધચક્ર-મહાયંત્રની આરાધના કરે છે, મને પણ એવી આરાધના કરાવ!”
હું ક્ષણભર વિચારમાં પડી ગઈ. “મારે પૂજ્ય ગુરુદેવને પૂછવું જોઈએ. તેઓ જો અનુજ્ઞા આપે તો લલિતાને પણ આરાધના કરાવી શકાય... મારી સખી છે. મનમાં દુઃખી છે. ભલે માલવદેશના મહામંત્રીની પુત્રી છે, પણ એનું ય સ્વતંત્ર મન હોય ને! એની ઇચ્છાઓ હોય, કામનાઓ હોય. અને બધું જ એણે મને દિલ ખોલીને કહ્યું છે.”
“શું ગંભીર વિચારમાં પડી ગઈ?” લલિતાએ મારો હાથ પકડી, મને વિચારોમાંથી જાગ્રત કરી.
લલિતા, હું ગુરુદેવને કાલે પૂછી જોઈશ. આ મહાયંત્ર છે! એટલે ખૂબ જ પ્રભાવશાળી છે. ગુરુદેવે ખાસ તો રાણા માટે જ આપ્યું છે. એટલે ગુરુદેવ હા પાડશે તો તને પણ મહાયંત્રની આરાધના કરાવીશ.” પણ તું શું માને છે? ગુરુદેવ હા પાડશે ને?”
લલિતા, આ મહાજ્ઞાની પુરુષનો વિષય છે. હું આમાં કોઈ કલ્પના ના કરી શકું. તે છતાં ઉપકારી કરુણાવંત ગુરુદેવ પ્રાય: ના નહીં પડે...' લલિતા રાજી થઈ ગઈ. અમને આયંબિલ કરાવ્યું. રાણાએ વિશ્રામ કર્યો. વર્ષોથી શારીરિક બળતરાના કારણે એમની નિદ્રા લગભગ ચાલી ગઈ હતી, પરંતુ આસો શિલા સપ્તમીથી એમને ઘસઘસાટ ઊંધ આવવા માંડી હતી. કારણ કે શરીરની અંદરની બળતરા શાંત થઈ ગઈ હતી. પછી તો બહારના રોગનાં ઘા-ગૂમડાં વગેરે મટી ગયું હતું. શરીર સંપૂર્ણ નીરોગી બની ગયું હતું.
જ્યારે તેઓ જાગ્યા ત્યારે સૂર્ય અસ્તાચલ તરફ ઢળી ગયો હતો. તેઓ પ્રસન્નચિત્ત હતા. હસીને બોલ્યા : “આજે તો ખૂબ ઊંઘ આવી ગઈ!
૧૮૬
મયણા
For Private And Personal Use Only