________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
મને લલિતાનું ત્યાગમય જીવન ગમે છે. એનું જીવન અને પ્રેરણા આપે છે. ક્યારેક એના તરફ આપોઆપ માથું ઝૂકી જાય છે. પણ લલિતાને મારી ભક્તિ નથી જોઈતી; જોઈએ છે મારી મૈત્રી અને મારું સાંનિધ્ય.
લલિતા ત્યાગ અને ઉદારતાની મૂર્તિ છે. લલિતાએ મારી મૈત્રીનું આદરપૂર્વક સ્વાગત કર્યું છે. એ સમજણી થયા પછી લગભગ મારી પાસે રહી છે! કારણ કે એ મહામાત્ય સોમદેવની લાડકી પુત્રી છે! લલિતાનાં સંયમ, ત્યાગ અને કર્તવ્યપરાયણતાથી મને શક્તિ મળતી હતી.
કોઈ કોઈ વાર એ મારી પાસે પોતાનું હૃદય ખોલતી. કોઈ કોઈ વાર પોતાની અધૂરી કામનાની વ્યથાની વાત પણ કરતી! પણ જાણે એ કામનાઓ અને વાસનાઓથી બહુ ઊંચે ગઈ હતી. કામનાઓનું દમન કર્યું હતું. વાસનાઓનું શમન કર્યું હતું. મને ઘણી વાર લાગતું કે જીવનની પ્રકાશમય બાજુ જ જાણે લલિતા છે. એની સાથે મારી ઘનિષ્ઠતા વધતી ગઈ હતી. અકારણ રાજ કુમારી તરીકેનું અભિમાન, અહંકાર, ક્રોધ, અધિકાર... ઓછાં થઈ ગયાં હતાં. લલિતા પાસે હમેશાં હું નાની બનતી ને એમાં જ મને સંતોષ થતો.
પણ લલિતા પોતાની ચિરપરિચિત ઉદારતામાં મહિમાવંત રહી. તે કહેતી : “સખી, તું માલવદેશમાં આદર્શ નારી છે. આર્યાવર્તમાં આદર્શ રાજ કુમારી છે. તારી પાસેથી ઘણું શીખવાનું છે. હજારો વર્ષ પછી પણ તારું સાહસ, વૈર્ય, બુદ્ધિમત્તા, સ્પષ્ટવાદિતા, સ્વાભિમાન, પરમાત્મપ્રેમ, પતિવ્રતા... ગુરુશ્રદ્ધા.... કર્મસિદ્ધાંતમાં નિષ્ઠા... આ બધું નારીજાતિનો આદર્શ બની રહેશે. તારા પવિત્ર સૌંદર્યમાં સમગ્ર પુરુષજાતિ તારું આધિપત્ય સ્વીકારે છે. એ કારણે સુરસુંદરી મનમાં ને મનમાં તારી ઈર્ષ્યા કરે છે. કરતી હતી.”
સુરસુંદરી મારી ઈર્ષ્યા કરતી હતી?' મને એના પતિ અરિદમન યાદ આવ્યા. એમનું શૌર્ય અને પૌરુષ સ્મૃતિમાં આવ્યું. સુરસુંદરી એમને વરી હતી. મેં લલિતાને કહ્યું :
માણસા
૧૮૫
For Private And Personal Use Only