________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘આવે જ. ઊંઘ આવવી તે નીરોગી શરીરની નિશાની છે. હવે આપ
નીરોગી બન્યા છો.' મેં કહ્યું.
તેમનો, મહાયંત્રના પ્રભાવે આશાતાવેદનીય કર્મનો ઉદય નાશ પામ્યો હતો. શાતાવેદનીય કર્મ ઉદયમાં આવ્યું હતું. પાપ કર્મ દૂર થયું હતું, પુણ્ય કર્મ ઉદયમાં આવ્યું હતું. જીવમાત્રના જીવનમાં આવું પરાવર્તન ચાલ્યા કરતું હોય છે. ક્યારેક એવું ય બને કે મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી દુઃખ અનુભવે! પાપકર્મોનો જ ઉદય ચાલ્યા કરે અને એવું પણ બને કે જીવાત્મા જન્મથી મૃત્યુપર્યંત સુખ અનુભવે! પુણ્યકર્મોનો જ ઉદય ચાલ્યા કરે. અને મોટા ભાગે એવું બને કે મનુષ્ય ક્યારેક સુખ અનુભવે, ક્યારેક દુ:ખ અનુભવે! કેટલીક વાતોમાં પુણ્યનો ઉદય ચાલતો હોય, કેટલીક વાર્તામાં પાપ કર્મનો ઉદય ચાલતો હોય!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી વિચારયાત્રા ચાલતી હતી, ત્યાં લલિતાએ આવીને કહ્યું : ‘દેવી, આરતીનો સમય થઈ ગયો છે.' અમે પૂજાખંડમાં જઈ આરતી ઉતારી. પરમાત્માની ભક્તિ કરી. લલિતા એના ઘેર ચાલી ગઈ. અમે બે અમારા શયનખંડમાં પ્રવેશ્યા, ખંડની બહાર ખુલ્લી અગાસી હતી. ત્યાં ભદ્રાસન મૂકીને બેઠાં. દૂર દૂર ક્ષિપ્રા નદીનું વહેણ ચમકતું હતું. આકાશમાં ચન્દ્ર ઊગી ગયો હતો. વાતાવરણમાં શાંતિ હતી, નીરવતા હતી. મેં રાણા સામે જોઈ સસ્મિત પૂછ્યું : ‘નાથ, આપને આપના ૭૦૦ સાથી યાદ આવે છે?’
રોજ યાદ આવે છે! એ બધા તો મારા પ્રાણ રક્ષક છે, ઉપકારી છે. એમના એટલા બધા ઉપકારો છે કે એનો બદલો હું કેવી રીતે વાળીશ... તે હું સમજી શક્તો નથી...’ તેઓ ભાવવિભોર થઈને બોલ્યા. તેમની તજ્ઞતાનું એ હૃદયસ્પર્શી કથન હતું.
મયણા
‘નાથ! આપણે જરૂર બદલો વાળીશું! આપની આવી ઉત્તમ ભાવના છે, તો જરૂર એ ભાવના ફળીભૂત થશે! આપની બધી જ ઇચ્છાઓ શ્રી સિદ્ધચક્રજીના પ્રભાવથી પરિપૂર્ણ થશે.'
પછી તો તેમણે વર્ષોના અરણ્યવાસની ઘણી ઘણી વાતો કરી. મન ભરીને વાતો કરી. મેં ખૂબ આતુરતાથી એ બધી વાતો સાંભળી, એ વાતોમાં એમનાં ઔદાર્ય, પરાક્રમ, પરોપકારિતા આદિ ગુણોનો મહિમા જાણવા મળ્યો.
રાત્રિનો બીજો પ્રહર શરૂ થઈ ગયો હતો. અમે નિદ્રાધીન થવા અમારા શયનખંડમાં પ્રવેશ્યાં.
For Private And Personal Use Only
૧૮૭