________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય ભગવંતનાં આમ તો આઠ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. તે લક્ષણો પણ સમજાવી દઉં. - પહેલું લક્ષણ છે પંચાચાર પાળવાનું ને પળાવવાનું. જ બીજું લક્ષણ છે તીર્થંકરની ગેરહાજરીમાં આચાર્ય તીર્થકર સમાન હોય.
અર્થાત્ ચતુર્વિધ સંઘના આધારભૂત આચાર્ય હોય. આચાર્યનું સ્થાન આ રીતે ઘણું મહાન છે. જવાબદારીભર્યું છે. આચાર્યપદ મેળવવું સરળ છે પણ ભાવ-આચાર્ય બની રહેવું મુશ્કેલ છે. ત્રીજું લક્ષણ છે : આચાર્ય ચતુર્વિધ સંઘને કુશળ રાખે. સંઘની કુશળતાની જવાબદારી સમજે. આચાર્યની છાયામાં સંઘ નિર્ભય અને નિશ્ચિત રહી શકે, ચોથું લક્ષણ હોય છે-આચાર્ય શ્રુતજ્ઞાનમાં પારંગત હોય. જે કાળે જેટલું જ્ઞાન હોય તેમાં તેઓ પારંગત બને. જ્ઞાનના બળથી જિનશાસનની શાન વધારે. કોઈ પણ વાદી-પ્રવાદી આવે તો વાદ-વિવાદ કરવામાં આચાર્ય સમર્થ હોય, વિજયી બને. જિનશાસનનો વિજયધ્વજ ફરકતો
રાખે. છે પાંચમું લક્ષણ છે : આચાર્ય પથ્થરમાં પંકજ પેદા કરે! શિષ્ય મૂર્ખ હોય,
જ ડબુદ્ધિનો હોય છતાં આચાર્ય એવા મુનિને જ્ઞાની બનાવે, પોતાના જ્ઞાનના બળથી, વાત્સલ્યથી અને કરુણાથી કંટાળે નહીં. અજ્ઞાનીને
જ્ઞાની અને મૂર્ખને સમજદાર બનાવે. છ છછું લક્ષણ છે ઉપદેશ આપવાનું. આચાર્ય નિરંતર ધર્મનો ઉપદેશ આપે, થાક્યા વિના જીવોના ઉપકાર માટે આપે. આચાર્ય જાણે કે કેવો જીવ કેવી રીતે ધર્મ પામે. કોને કેવો ઉપદેશ આપવો. ઉપદેશ દેવામાં તેઓ કુશળ હોય. ઉપદેશ શ્રવણ કરનારની યોગ્યતા તેઓ માપી લેતા હોય. તેમની વેધક દૃષ્ટિ મનુષ્યની આંતરયોગ્યતા માપી લે. સાતમું લક્ષણ છે ભાષાજ્ઞાનનું. આચાર્ય દેશની સર્વ ભાષાઓ જાણનારા હોય, દેશના જે જે પ્રદેશમાં જાય તે તે પ્રદેશ-ભાષામાં તેઓ ઉપદેશ આપે, તે તે દેશના શિષ્યોને પણ એમની ભાષામાં ઉપદેશ આપે. અને ભણાવે. જે દેશની જે ભાષા હોય તે દેશમાં તે ભાષામાં ઉપદેશ અપાય તો ઉપદેશ વધુ અસરકારક બને.
મારા
૧૮૩
For Private And Personal Use Only