________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાશાળાના આચાર્યો, તે દ્રવ્યાચાર્ય કહેવાય
(૪) ભાવ-આચાર્ય : ભાવ-આચાર્ય જિનશાસનમાં હોય અને જ્ઞાનાચાર આદિ પાંચ આચારો પાળે અને પળાવે. આચાર્ય જે પાંચ આચાર પાળેપળાવે તે “પંચાચાર' કહેવાય. તે પણ તમને થોડુંક સમજાવી દઉં.
(૧) જ્ઞાનાચાર : પોતે જ્ઞાન મેળવે, જ્ઞાની બને અને બીજા આત્માઓને જ્ઞાની બનાવે. જ્ઞાનપ્રાપ્તિ માટે અને જ્ઞાનની પરિણતિ માટે આઠ આચારોનું પાલન કરવું જોઈએ : (૧) કાળનું લક્ષ રાખે. (૨) વિનય કરે. (૩) બહુમાન ધરે. (૪) ઉપધાન કરે. (૫) ગુરુસમર્પણ કરે. () સૂત્ર-શુદ્ધિ જાળવે. (૭) અર્થશુદ્ધિ જાળવે. (૮) સુત્ર-અર્થ બંનેનો યથાર્થ સ્વીકાર કરે. આચાર્ય આ આચારો પાળે ને શિષ્યો પાસે પળાવે.
(૨) દર્શનાચાર : સમ્યગ્દર્શનના આચારો સ્વયં આચાર્ય પાળે અને શિષ્યોને પળાવે. (૧) જિનેશ્વર ભગવંતનાં કથેલાં તત્ત્વો પ્રત્યે નિઃશંક શ્રદ્ધા હોય. (૨) અન્ય ધર્મો-મતો તરફ આકર્ષણ ન જોઈએ. (૩) “આ સાચું ને તે પણ સાચું', એવી અથિરતા ન જોઈએ. (૪) મૂઢતા ન જોઈએ. (૫) સત્કાર્યોની અનુમોદના કરે. (૬) ધર્મમાર્ગે ઢીલા પડેલાઓને પ્રોત્સાહિત કરે. (૭) આચાર્ય સ્વયં શ્રદ્ધાસંપન્ન હોય અને બીજાઓને શ્રદ્ધાવાન બનાવે. (૮) તીર્થંકર પરમાત્માના સ્થાપેલા ચતુર્વિધ સંઘ (સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા) પ્રત્યે હૃદયમાં વાત્સલ્યભાવ ધારણ કરે. શરણે આવેલા મનુષ્યોને કરુણાથી ઊંચે ચઢાવે, તેમના આત્માઓને નિર્મલ-પવિત્ર બનાવે.
ચારિત્રાચાર: પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ - આ આઠ છે ચારિત્રના આચાર. આચાર્ય સ્વયં સમિતિ-ગુપ્તિનું પાલન કરે અને શિષ્યો પાસે કરાવે.
મયણા! તું રાજાને સમિતિ-ગુપ્તિનું સ્વરૂપ સમજાવજે. તપાચાર : બાહ્ય તપ અને આધ્યેતર તપ ક૬ પ્રકારે છે. આચાર્ય સ્વયં તપમાં પુરુષાર્થ કરે અને શિષ્યોને પુરુષાર્થ કરાવે.
અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ એ કાયક્લેશ તથા સંલીનતા - આ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય - આ છ પ્રકારનો અભ્યતર તપ છે.
વીર્યાચાર : જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ - આ ચારેયમાં આચાર્ય વીર્યને ફોરવે. અર્થાત્ ચારેય આચારોમાં પુરુષાર્થશીલ રહે, આળસ ન કરે, પ્રમાદ ન કરે. બીજાઓને પણ પુરુષાર્થમાં પ્રેરણા આપે.
૧૮૨
માણા
For Private And Personal Use Only