________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ના ના, મારા નાથ, રાજ કુમાર નથી, રાજા છે!' તેમની આંખો હર્ષાશ્રુથી ભરાઈ ગઈ હતી. તેઓ બોલ્યા : દેવી, ગુરુદેવના આ ઉપકારનો બદલો કયા જનમમાં વાળી શકાશે?”
હું ગદ્ગદ્ હતી. ભાવાતિરેકથી અવાક્ થઈ ગઈ હતી. એમને જોતી જ રહી...
જિનમંદિરમાં પ્રભુને દર્શન-પૂજન કરી અમે પૌષધશાળામાં ગયાં. ગુરુદેવને વંદના કરી, કુશળપૃચ્છા કરી, યોગ્ય જગ્યાએ બેસી ગયાં. ગુરુદેવે અમારી આરાધનાનો વૃત્તાંત પડ્યો. રાણાના દેહ તરફ જોયું. સમગ્ર દેહ પર દૃષ્ટિ ફરી વળી. તેઓ બોલ્યા :
બહુ જ સરસ! શ્રી સિદ્ધચક્ર-મહામંત્રનો પ્રભાવ અદ્ભુત છે. આજે ત્રીજા જ દિવસે રાજાનો દેહ નીરોગી બની ગયો! હવે ક્રમશઃ પ્રતિદિન દેહ પુષ્ટ બનશે અને તેજસ્વી બનશે! દેવકુમાર જેવું રૂપ ધારણ કરશે.'
‘ગુરુદેવ! આપ વચનસિદ્ધ મહાપુરુષ છો. આપનાં વચનો અચૂક ફળે છે ને ફળશે. આપનો અમારા પર પરમ ઉપકાર છે. આપ અકારણ ઉપકારી છો. કરુણાના સાગર છો. પ્રભો! આજે અમને આચાર્યપદનો બોધ આપી કૃતાર્થ
કરો.”
ગુરુદેવે ‘આચાર્યપદનું વર્ણન શરૂ કર્યું. હે યશસ્વિની! આચાર્ય ચાર પ્રકારના બતાવવામાં આવ્યા છે. (૧) નામઆચાર્ય, (૩) સ્થાપના-આચાર્ય, (૩) દ્રવ્ય-આચાર્ય, અને (૪) ભાવઆચાર્ય. હવે આ ચારેય આચાર્યનો સંક્ષિપ્ત પરિચય કરાવું છું. (૧) નામ-આચાર્ય : જેનું નામ જ માત્ર આચાર્ય હોય. રસ્તા પર ફરતી વ્યક્તિનું નામ છાપી દીધું “આચાર્ય!' અટક બની ગઈ આચાર્ય! જેવી રીતે ભરવાડના છોકરાનું નામ “ઇન્દ્ર” પાડી દીધું! હરિજનના છોકરાનું નામ હનુમાન” પાડી દીધું! આ નામ-આચાર્ય કહેવાય.
(૨) સ્થાપના-આચાર્ય : આચાર્યની મૂર્તિ પ્રતિમાને સ્થાપના-આચાર્ય કહેવાય.
(૩) દ્રવ્ય-આચાર્ય : જે દુનિયાના શિલ્પશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર વગેરે વ્યાવહારિક શાસ્ત્રોનું જ્ઞાન આપનારા. તેવી રીતે શાળા
મયણા
For Private And Personal Use Only