________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હતી અને પીળા રંગના ધાન્યનું-ચણાનું આયંબિલ ક૨વાનું હતું. નિત્યક્રમ મુજબ લલિતાએ પૂજાખંડમાં પૂજનની બધી જ પૂર્વતૈયારી કરી દીધી હતી. અમે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી પૂજાખંડમાં ગયાં. વિધિપૂર્વક પરમાત્માની અને સિદ્ધચક્રજીની અષ્ટપ્રકારી પૂજા કરી. ચૈત્યવંદન કરી, ‘આચાર્યપદની સ્તવના કરી :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ : વાગેશ્વરી) આચારજ છત્રીશ ગુણધારી... આચારજ૦ પાંચ ઇન્દ્રિયોના વશકારી, બ્રહ્મવાડ નવ ધારી,
ચાર કષાયો દૂ૨ નિવાર્યા, પાંચ સમિતિ પ્યારી... આચારજ૦ ત્રણ ગુપ્તિને દિલમાં ધારી ગુણ છે તારા ભારી, જ્ઞાનાદિ આચાર-પ્રચારક, લે ભવિજનને ઉગારી... આચારજ૦ અદ્ભુત રૂપ ને જ્ઞાન અનુપમ, દર્શન શિવસુખકારી, મોહવિજેતા, નેતા મુનિગણના, જિનવાણી લલકારી..આચારજ૦ શ્રી સિદ્ધચક્રના ત્રીજા પદમાં સોહે શમદમકારી, અંતરપટ અનુભવ પ્રગટ્યો બનીએ સૌ ભવપારી... આચારજ
ભાવપૂજા પૂર્ણ થયા પછી ‘ૐ ર્રીશ્રી સૂરિમ્યો નમઃ સ્વાહા।' મંત્રનો જાપ શરૂ કર્યો. પહેલાં બોલીને જાપ કરવા માંડ્યો... પછી ધીરે ધીરે માનસજાપ શરૂ થયો. જાપ કરતાં કરતાં તેઓ (રાણા) સમાધિમાં લીન થઈ ગયા. હું એમને મધ્યમ સ્વરે મંત્ર સંભળાવતી રહી. લગભગ એક ઘડી સુધી તેઓ સમાધિમાં રહ્યા. તેમણે આંખો ખોલી. મેં સ્નાત્રજળ લઈ તેમના સંપૂર્ણ શરીર પર છાંટ્યું. તેઓ ભાવવિભોર બની ગયા...
તેમના હાથ-પગની આંગળીનાં ટેરવાં... નખ વગેરે જે ખરી પડ્યાં હતાં, તે આવી ગયાં. આંગળીઓ અખંડ થઈ ગઈ. સુંદર ગુલાબી ઝાંયવાળા નખ આવી ગયા. શરીરના કોઈ ભાગ પર રોગનો ડાધ ન રહ્યો.
અમે પૂજાખંડમાંથી અમારા શયનખંડમાં આવ્યાં. ત્યાં ભીંત પર એક મોટો અરીસો લાગેલો હતો. મેં રાણાને કહ્યું : ‘આ અરીસા સામે ઊભા રહો. તમે તમારા શરીરને જુઓ!'
૧૮૦
તેઓ અરીસા સામે ઊભા રહ્યા. પોતાના પ્રતિબિંબને જોતાં જ બોલી ઊઠ્યાં: ‘આ હું નથી... આ હું નથી... દેવી...! હું તો કોઢરોગગ્રસ્ત ઉંબરરાણો... આ તો કોઈ રાજકુમાર છે!'
For Private And Personal Use Only
મગણા