________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તાચળે જતા સૂર્યને પ્રણામ કરતા એક તેજસ્વી તપસ્વીએ મને જોઈ. એક છલાંગમાં આગળ વધી મારું બાવડું પકડીને બહાર ખેંચી. ભાન ગુમાવ્યું એ પહેલાં મને લાગ્યું કે કોઈનો અભય હાથ મને પાણીમાંથી બહાર ખેંચે છે. શરીર અચેતન બનીને તરતું હતું.
નજીક આવેલા મૃત્યુથી બચી ગઈ હતી. ભાન તો આવ્યું. હું ક્ષિપ્રાના કિનારે રેતીમાં ચત્તી પડી હતી. આંખ મીંચીને કંઈક વિચારું ત્યાં તો કાન પાસે ધીમો અવાજ સંભળાયો : “ઉજ્જયિનીની પ્રજ્ઞાવંત રાજકુમારી! શા માટે આત્મહત્યા કરતાં હતાં? શું ઓછું છે એમને? સાંજના સમયે છલકાતી ક્ષિપ્રામાં કૂદી પડ્યાં!”
હું ચોંકી ઊઠી, “કોનો અવાજ છે આ? કોણ છે આ રૂપરાજ તપસ્વી?” મેં ધીરે ધીરે આંખો ખોલી.. સામે ઊભા હતા રાજકુમાર અરિદમન! કુરુદેશના રાજા દમિતારિના પુત્ર અને મારી બહેન સુરસુંદરીના પ્રેમી!
હું લજ્જાસંકોચમાં ડૂબી ગઈ. ધીરે ધીરે ઊઠવાનો પ્રયત્ન કર્યો. પીઠ પર છૂટ્ટા વાળ પણ ભારે લાગતા હતા. શરીર પરનાં ભીનાં વસ્ત્ર પણ લજિત કરતાં હતાં. અરિદમન મારી દશા સમજી ગયા. તેઓ મૈત્રીભર્યા સ્વરે બોલ્યા: ‘તમે થાકેલાં છો. મારી દાસી અસ્મિતા રથ પાસે ઊભી છે. તમે રથમાં બેસી જાઓ. તે તમને ઉજ્જયિની પહોંચાડી દેશે.”
મેં કહ્યું : 'હે રાજ કુમાર, જલક્રીડા કરતાં કરતાં પૂરના પ્રવાહમાં તણાઈ ગઈ... આ એક દુર્ઘટના બની. એને આત્મહત્યા કહેવી તે અનુચિત છે. ખેર, તમે મારા પ્રાણ બચાવ્યા છે. બહુ મોટો ઉપકાર કર્યો છે. આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું, રાજકુમાર!' હું રથમાં બેસીને ઉજ્જયિની આવી ગઈ હતી. આ મારા જીવનની રોમાંચક ઘટના મેં કહી!” તેઓ વિસ્મય, આશ્ચર્ય અને પ્રફુલ્લિત વદને સાંભળી રહ્યા હતા. તેઓ બોલ્યા: ‘એ રાજકુમારે, તમારા પ્રાણ બચાવ્યા! મહાન ઉપકાર કર્યો.'
હા, એ પછી તો એનાં લગ્ન રાજકુમારી સુરસુંદરી સાથે મારા પિતાએ ધામધૂમથી કરાવી આપ્યાં હતાં.”
આજે આસો શુક્લ નવમીનો દિવસ હતો. શ્રી સિદ્ધચક્રજીની આરાધનાનો ત્રીજો દિવસ હતો. આજે “આચાર્યપદ આરાધના કરવાની
યણા
૧૭૯
For Private And Personal Use Only